માળિયા તાલુકાના કુકસવાડા ગામે.સમસ્ત. ગામ આયોજીત. તા.17.05.2024 થી 24.05. 2024 સુધી રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનું આયોજન કરવામાં આવેલ અને. સંત શિરોમણી ભીખા બાપા ના આશીર્વાદ તથા કોળી સમાજના પટેલ દાન ભાઈ પટેલ તથા ગામના આગેવાન વડીલો યુવા ગ્રુપમાં દ્વારા આઠ દિવસના ધાર્મિક પ્રસંગે આજુબાજુ વિસ્તારના અનેક ભાવિક ભક્તજનોએ આ ભક્તિરસનું ભાથું બાંધી ધાર્મિક કાર્યમાં સહભાગી થયેલ.આ આઠ દિવસના ધાર્મિક પ્રસંગે સમસ્ત કુકસવાડા ગામના યુવાનોએ પોતાના કામધંધા બંધ કરી અને આ સેવાયજ્ઞમાં પોતાનું યોગદાન આપેલ.આ ધાર્મિક કાર્યની સાથે સાથે વિજ્ઞાનને જોડી આ ગામના કાર્યકરોએ પ્રકૃતિ અને પર્યાવરણ જાળવણી અંગે પણ કાર્ય કરેલ.બહારથી આવેલ મહેમાનોને અગવડતા ન પડે તે માટે વિશાળ જગ્યામાં આ યજ્ઞ મંડપનું આયોજન કરેલ.હાલ ઉનાળાની ઋતુ ચાલે છે ત્યારે કાળજાળ ગરમીમાં માતાઓ,બહેનો,બાળકો તેમજ વૃદ્ધો માટે ઠેર ઠેર પાણીની ટાંકી મુકી પીવાના પાણીની વ્યવસ્થા કરેલ.લોકો દ્વારા ખાણી પીણીના લીધે થતા કાગળ અને પ્લાસ્ટિકના કચરાનો આ મંડપ સમિતી દ્વારા રોજે રોજ નિકાલ કરી સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અંગે સ્વયંસેવકોએ ખુબ સારું આયોજન કરેલ.મેળામાં રોજીરોટી માટે આવેલા ગરીબ માણસો કે જેઓ ખાણી પીણી અને વસ્તુ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે એવા લોકોને દરરોજ ભોજનની વ્યવસ્થા ફ્રીમાં કરી આપેલ.દરરોજ મંડપના દર્શને આવતા લોકો માટે લાડુ અને ગાંઠિયાના પ્રસાદની વ્યવસ્થા કરી આપેલ.આ રીતે આ મંડપના માધ્યમ થી સેવા ધર્મ અને ભક્તિની સાથે સાથે જીવદયા પ્રકૃતિનો સુમેળ પણ જોવા મળેલ છે. .કુકસવાડા ગામના લોકોએ આ યજ્ઞમંડપના આધ્યાત્મિક પ્રસંગે સુચારુ આયોજન કરી અને ધર્મની સાથે સાથે કૃતિ,વિજ્ઞાન,પર્યાવરણ અને જીવદયા વગેરે બાબતોને અસર ન થાય તે બાબતે નોંધ લીધી છે અને. સમસ્ત કુકસવાડા ગામ. તથા પટેલ. ગામના આગેવાનો વડીલો યુવાનો દ્વારા રામદેવજી મહારાજ યજ્ઞમંડપની સૌ ભાવિક ભકતજનોને હાર્દિક શુભકામનાઓ. આપેલી હતી.
રિલેટેડ ન્યૂઝ
-
‘મનરેગા’નું અસ્તિત્વ ખતમ કરવાના વિરોધમાં કોડીનાર કોંગ્રેસ મેદાને
મામલતદારને આવેદન પાઠવી કરાઈ રજૂઆત કેન્દ્ર સરકાર દ્વારા ‘મનરેગા’ કાયદાને નાબૂદ કરી તેના સ્થાને લાવવામાં આવેલા... -
માંગરોળ પાલિકા દ્વારા કરાઈ રહેલા નાણાંકીય વ્યવહારો અટકાવવા માંગ
ગેરવહીવટના આક્ષેપો બાદ બેઠક નહી બોલાવાઈ હોવાની રજૂઆત માંગરોળ નગરપાલિકા પ્રમુખ/ઉપ પ્રમુખ સામે ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને... -
ગીર સોમનાથના પનોતા પુત્રની રાષ્ટ્રીય સ્તરે ગુંજ ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026’માં ઘુસીયા ગામનો યુવાન ઝળક્યો
ગીર સોમનાથ જિલ્લાના ઘુસીયા ગામના યુવાન જયદીપ કાનજીભાઈ વાળાએ રાષ્ટ્રીય સ્તરે આયોજિત પ્રતિષ્ઠિત ‘વિકસિત ભારત યંગ...
