દિવ્યાંગ બાળકોએ તિરંગા યાત્રા પણ યોજી
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર સ્થિત દિવ્યાંગ બાળકોની સંસ્થા જીવનદીપ ટ્રસ્ટ એન્ડ એજ્યુકેશન સેન્ટર દ્વારા એક દિવસ માટે કોડીનારના શિવાજી ચોક પાસે આવેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે રાખડી વેચાણનો સ્ટોલ ગોઠવવામાં આવ્યો હતો.સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં તમામ રાખડીઓનું વેચાણ થઈ ગયું હતું.દિવ્યાંગ બાળકોએ બનાવેલી અવનવી રાખડીઓ ખરીદવા શહેરીજનો ઉત્સાહભેર આવ્યા હતા. દિવ્યાંગ બાળકોના સ્ટોલમાં નહિ નફો નહિ નુકશાનનાં ધોરણે રાખડી વહેંચવામાં આવી હતી.દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડીનાં સ્ટોલમાં માત્ર ચાર કલાકમાં તમામ રાખડીઓનું વહેંચાણ થઈ ગયું હતું.આ સ્ટોલ પરથી દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી ખરીદવા શહેરીજનો ઉત્સાહભેર આવ્યા હતા. દિવ્યાંગ બાળકોએ વર્તમાન સમયની માંગ મુજબ બાળકો માટેની રાખડી, યુવાઓ માટેની રાખડી,કપલ રાખડી તેમજ વડીલો માટેની રાખડી એમ વિવિધ રાખડીઓ બનાવી હતી અને વહેંચાણ પણ કર્યું હતું.તો શહેરની મહિલાઓ એ આ અવનવી વેરાયટી સાથેની રાખડી ખરીદી માટે રસ દાખવી આત્મ સંતોષનો ભાવ પણ પ્રગટ કર્યો હતો.રાખડી વહેંચાણનું કાર્ય પૂરું થયા બાદ આગામી સ્વાતંત્ર્ય પર્વને અનુસરીને તિરંગા યાત્રાનું આયોજન થયું હતું.કોડીનારના સોમનાથ મંદિરેથી નીકળેલી દિવ્યાંગ બાળકોની તિરંગા યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.દિવ્યાંગ બાળકોએ રાષ્ટ્રીય સૂત્રોનાં નારા લગાવ્યા હતા.
દિવ્યાંગ બાળકોને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો શું ન કરી શકે…? તેવું જણાવતા સંસ્થાના કો-ઓર્ડીનેટર આરીફભાઈ ચાવડા એ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો સામાન્ય પ્રવાહમાં સામેલ થઈ શકે છે. આવા બાળકોમાં અદભુત શક્તિ રહેલી હોય છે.દિવ્યાંગ બાળકોને જો યોગ્ય તાલીમ આપવામાં આવે તો તે ઘણું કરી શકે છે.જીવનદીપ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ બાળકોને શિક્ષણની સાથે શિસ્ત અને સ્વાવલંબનનાં પાઠ ભણાવે છે.અહીંથી શિક્ષિત થઈને અનેક બાળકો સામાન્ય સામાજિક પ્રવાહમાં સામેલ થયા છે.સરકાર પણ આ માટે ઘણું કરી રહી છે.દિવ્યાંગ બાળકો શિક્ષણની સાથે સ્કિલ ડેવલપમેન્ટની અનેક પ્રવૃતિઓ આ સંસ્થામાં કરે છે.સામાન્યત: દિવ્યાંગ બાળકોને જો સતત પ્રવૃતિશીલ રાખવામાં આવે તો તો તેઓ પાસેથી ઘણી કલાઓ બહાર આવી શકે છે.જરૂર છે માત્ર યોગ્ય તાલીમની.દિવ્યાંગ બાળકોની સર્જનાત્મકતા અને ગ્રહણ શક્તિ અદભુત હોય છે.આ શક્તિને પારખીને તેને બહાર લાવવાનું કામ જીવનદીપ સંસ્થા કરે છે.જેના પરિણામ સ્વરૂપ જ આ અદભુત રાખડીઓ બનાવવામાં આવી હતી.