રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા’ના દેશવ્યાપી અભિયાન અંતર્ગત આજરોજ જામકંડોરણા વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જામકંડોરણા નાં ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાએ તિરંગા યાત્રામાં જોડાયા હતા.દેશભરમાં યોજાઈ રહેલ ’હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો સહિત ગામના રાજકીય આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાનાઓ યુવાનોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો.જામકંડોરણાના મામલતદાર કે.બી સાંગાણી, તાલુકા વિકાસ અધિકારી જે.પી. વણપરીયા, જામકંડોરણા પીએસઆઇ વિ.એમ ડોડીયા સહિત જામકંડોરણા પોલીસ સ્ટાફ હોમ ગાર્ડ તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ પણ આ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા. આ તિરંગા યાત્રા જામકંડોરણા ની ઈન્દિરા નગર પ્રાથમિક શાળાએથી પ્રસ્થાન કરી જામકંડોરણા ના વિવિધ માર્ગો પર પસાર થઈ વંદેમાતરમ, ભારતમાતા કી જય ના ગગનભેદી નારાઓ સાથે આઝાદી રંગે રંગાઈ ગ્યું હતું આ તિરંગા યાત્રા જામકંડોરણા ના સરદાર પટેલ ચોક ખાતે આવેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ પાસે યાત્રા પુર્ણ કરાય હતી.
રિલેટેડ ન્યૂઝ
-
રાણપુરમાંથી વિદેશી દારૂ-બીયરનો મસમોટો જથ્થો ભરેલી કાર સાથે 2 શખ્સો ઝડપાયા
વિદેશી દારૂની 1034 બોટલ,બીયરના ટીન 299, મોબાઈલ ફોન 5, કાર સહીત રૂ.12,17,212 નો મુદ્દામાલ પોલીસે કબ્જે... -
વાંકાનેરના સરતાનપર ગામ નજીક વોકળાના પાણીમાં ડૂબી જતા અજાણ્યા યુવકનું મૃત્યુ
વાંકાનેર તાલુજના સરતાનપર ગામ નજીક એમ્બીટો સીરામીક પાછળ આવેલ પાણી ભરેલા વોકળામાં ગત તા. 04/09ના રોજ... -
જેતપુરમાં ગણપતિજીની પ્રતિમાનું ભીડભજન મહાદેવના મંદિર પાસે વિસર્જન કરવા માટે આયોજન
જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસર ગઢવી સાહેબ ની યાદી જણાવે છે કે હાલમાં ભાદર નદીમાં ઉપરવાસમાં ભાદર...