રાણપુરમાંથી વિદેશી દારૂ-બીયરનો મસમોટો જથ્થો ભરેલી કાર સાથે 2 શખ્સો ઝડપાયા

વિદેશી દારૂની 1034 બોટલ,બીયરના ટીન 299, મોબાઈલ ફોન 5, કાર સહીત રૂ.12,17,212 નો મુદ્દામાલ પોલીસે કબ્જે

રાણપુર પોલીસને મળેલી બાતમીના આધારે રાણપુરમાં લીંલડી રેલ્વે ફાટક પાસેથી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ભરેલી કાર ઝડપી પાડી હતી અમદાવાદ ગ્રામ્યના વિરમગામ અને ગાંધીનગર ના કલોલના શખ્સોને ઝડપી પાડી જીપમાં છુપાવી રખાયેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઇ પૂછપરછ કરતા અમદાવાદના નિકોલના શખ્સો રાજસ્થાનના સાંચોડ થી દારૂનો જથ્થો ભરી આપતા રાણપુરના સુંદરીયાણા ગામના શખ્સને આપવા જઈ રહ્યાની કબુલાત આપી હતી.બોટાદ જીલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. ડી.બી. પલાસ તથા પો.સ.ઇ. એમ.એમ. શાહ તથા રાણપુર પોલીસ સ્ટાફના એ.એસ.આઇ.સંજયભાઇ ઝરમરીયા , અજીતભાઇ ભોજક, દશરથભાઇ મીઠાપરા, ધરમશીભાઇ ધરજીયા, અજીતભાઇ ચાંચીયા,અજઈં કાનજીભાઇ ધરજીયા સહીતના પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળેલ કે લીંબડી તરફથી સફેદ કલરની જીપ કંપોસ રજી. નંબર જી.જે. 01 એચ.વાય. 2186માં દારૂનો જથ્થો ભરી આવે છે.જેથી રાણપુર પોલીસે રાણપુર-લીંબડી રોડ રેલ્વે ફાટક પાસે વોચ ગોઠવતા ત્યાથી ફોરવ્હીલર કાર આવતા પોલીસે ઉભી રખાવતા તેમાં વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 1034 બોટલો,299 બીયરના ટીન હોય જેમાં ગ્રીન લેબલ 750 ખક ની 162 બોટલ કીં.રૂ.55080 ,ગ્રીન લેબલ 375 ખક 256 બોટલ કિ.રૂ.47360,ગ્રીન લેબલ 180 ખકની 616 બોટલ 56672,કીંગફીસર બીયર ટીન 83 કિ.રૂ. 8300,કાર્લસબર્ગ એલીફન્ટ બીયર ટીન 216 કિ.રૂ. 37800 મળી કુલ વિદેશી દારૂની બોટલ 1034 તથા બીટર ટી 299 ના કુલ રૂ.2,5,212 નો દારૂનો જથ્થો તથા મોબાઇલ ફોન-5 કિ.રૂ. 12,000 તથા સફેદ કલરની જીપ કંપોસ રજી. નંબર જી.જે. 01 એચ.વાય. 2186 ની ગાડીની કિ.રૂ.10.00000 ગણી કુલ 12,17,212 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જીપ સાથે ઝડપાયેલા શખ્સોની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા જગુભાઇ વનરા એ કબુલાત આપી હતી કે અમદાવાદના નિકોલ વિસ્તારના હરીદર્શન સોસાયટીમાં રહેતા ભગીરથસિંહ ઉર્ફે.લખનસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમાએ રાજસ્થાન રાજ્યના સાંચોડ થી વિદેશી દારૂનો જથ્થો ભરી આપતા આ દારૂનો જથ્થો રાણપુર તાલુકાના સુંદરીયાણા ગામે રહેતા રાજુભાઈ ખાચરે મંગાવતા તેને આપવાનો હોવાની કબુલાત આપતા રાણપુર પોલીસે જગુભાઇ આપાભાઇ વનરા રહે. વિરમગામ વાલીયા ચોક, બ્રહ્મફળી તા. વિરમગામ જી.અમદાવાદ ગ્રામ્ય,મયંકભાઇ કનુભાઇ પંચાલ રહે. કલોલ અંબાજી વાસ ખોડીયાર માતાજીના મંદિર પાસે તા.કલોલ જી. ગાંધીનગર, ભગીરથસિંહ ઉર્ફે લખનસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા રહે.અમદાવાદ, નિકોલ, હરીદર્શન સોસાયટી,રાજુભાઇ ખાચર રહે. સુંદરીયાણા તા.રાણપુર વિરૂધ્ધ એકની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરી ધોરણ સર કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના પી.આઇ-ડી.બી.પલાસ ચલાવી રહ્યા છે…

રિલેટેડ ન્યૂઝ