જાફરાબાદના શિયાળબેટના સવાઇપીરની જગ્યાએ મંદિર હતુ? સમગ્ર વિસ્તાર થયો કોર્ડન

રાજુલા તા.26
અમરેલી જિલ્લા ના દરિયા કાંઠે પ્રખ્યાત ધાર્મિક સ્થળ વિવાદ મા આવતા ખળભળાટ મચી ગયો છે અહીં જાફરાબાદ તાલુકા ના શિયાળબેટ નજીક આવેલ સવાઈબેટ પર આવેલ સવાઈપીર ની જગ્યા નો વિવાદ સામે આવી રહ્યો છે અહીં સ્થાનિક લોકો દ્વારા ગંભીર પ્રકાર ની રજૂઆતો પોલીસ તંત્ર પાસે આવી હતી. બાદ પોલીસ તેમના મહત્વ ના ડોક્યુમેન્ટ મંગાવ્યા હતા અને તપાસ નો ધમધમાટ શરૂ કર્યો સાથે અહીં ના મુંજાવર પણ વિવાદ માં આવ્યા હતા અને મુંજાવર સામે સ્થાનિક લોકો એ રજૂઆતો કરી હતી જેમાં ડોક્યુમેન્ટ ની તપાસ કરતા ચોંકાવનારી વિગતો મળી આવતા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર અને રાજ્ય સરકાર સહિત સુરક્ષા એજન્સી ઓ સતર્ક કરી તપાસ શરૂ કરી છે અને ગુપ્ત એજન્સીઓ પણ એલર્ટ જોવા મળી રહી છે અને સવાઈપીર ની જગ્યા એ તાત્કાલિક પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે અને હાલ મા જગ્યા પર પ્રતિબંધ જેવો માહોલ ઉભો થયો છે સાથે સાથે સરકારી રેકડ પર ના નકશા મા મંદીર હોવાનુ ખુલતા ખળભળાટ મચી ગયો છે જ્યારે સામાં પક્ષે કેટલાક સંગઠન ના લોકો એ અહીં સવાભગત ની જગ્યા હોવાની રજૂઆતો પણ કરાય છે જોકે થોડા દિવસ પહેલા આ સવાઈપીર ની જગ્યા અહીં ખાલી કરાવી દેવાય છે અને તમામ ગતિવિધિ હિલચાલ સામે પોલીસ નજર રાખી રહી છે અહીં સીસીટીવી કેમેરા પણ લગાવી દેવામા આવશે તેવુ પણ સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યુ છે જોકે રાષ્ટ્રીય સલામતી અને સુરક્ષા ને ધ્યાને લઇ ને હંગામી ધોરણે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને અહીં રાજુલા જાફરાબાદ પંથક ની તમામ ગતિવિધિ હિલચાલ પર પોલીસ અને સુરક્ષા એજન્સી ઓ નજર રાખી રહી છે
26/11હુમલા વખતે કસાબ નુ કનેશન ખુલ્યુ હતુ.?
મુંબઇ 26/11 હુમલા ની ઘટના વખતે પોરબંદર થી કુબેર નામની બોટ લઈ ને કસાબ સવાઈપીર નજીક રોકાયો હોવાનુ સૂત્રો પાસે થી જાણવા મળ્યુ હતુ જોકે અહીં કેટલાક લોકો એ મદદ કરી હોવાનુ પણ સર્ચાય રહ્યુ છે
સવાઈપીર સામે ઉધોગો ધમધમી રહ્યા છે
ગુજરાત ની સૌવ થી મોટી ઇન્દ્રસ્ટ્રી ધમધમી રહી છે અલ્ટ્રાટેક,પીપાવાવ પોર્ટ,પીપાવાવ રીલાન્સ જેવી અનેક કંપની ટાપુ આસપાસ ધમધમી રહી છે ત્યારે સરકાર એ ગંભીરતા પૂર્વક વિચારી રહી છે.

રિલેટેડ ન્યૂઝ