કુંકાવાવ નજીક ટ્રકની ઠોકરે બાઈક સવાર યુવાનનું મોત

કુંકાવાવ: તા.27
ટ્રક તથા બાઈક અકસ્માત મા મોટી કુંકાવાવનાં આશાસ પદ યુવકનું મૃત્યુ થયું હતું. આજરોજ સવારના 10:00 વાગ્યાની આસપાસ મોટી કુંકાવાવ-દેરડી રોડ ચોકી પાસે કુંકાવાવથી 4 કિલોમીટર દુર મોટી કુંકાવાવનાં રાજેશભાઈ પ્રેમજીભાઈ વેકરીયાના પુત્ર નિખિલભાઈ (ઉ.વ.18) પોતાની વાડીએ તેમનાં દાદાને તેડવા જતા હોય સામેથી પૂરપાટ આવતાં ટ્રક (ટોરસ) આરજે5-જીએ-9306 નંબરની ટ્રકએ જીજે-14-જે 4748 નંબરની બાઈક સવાર નીખિલને પોતાની વાડીની સામેજ હડફેટે લેતા નિખિલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે નિખિલ 20 ફૂટ ફંગોડાયો હતો. મૃત્યુ પામનાર નિખિલ તરવળા ગુરુકુલનો વિદ્યાર્થી હતો અને 5 માર્ચથી તેની બોર્ડની પરીક્ષા સરૂ થવાની હતી પરીક્ષા પહેલાજ નિખિલ અનંત યાત્રાએ ચાલ્યો ગયો. આ યુવક તેનાં માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેને 2 બહેનોનો એક જ ભાઈ હતો. તેમનાં પરિવારનું રૂદન કઠણ કાળજાનાં માનવીને પણ રડાવી જાય તેવું હતું.
આ અકસ્માતથી મોટી કુંકાવાવ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ચોકી પાસે જે આ અકસ્માત થયો તે અડધા કિલોમીટરની ગોળાઈ મા દર એક-બે વર્ષે 1 વ્યકિતનો ભોગ લેવાય છે. આ આખી ગોળાઈ આકારની છે. વારંવાર રજુઆત કરવા છતા આ ગોળાઈનું કોઈ નિરાકરણ થતું નથી. એક 50 ફૂટનો બ્રિજ બનાવી 50 ફૂટની ગોળાઈ કાપી સરકાર એ સંતોશ માની લીધેલ છે. સરકાર શ્રી આ ગોળાઈ સત સરે કંઈક રસ્તો કરે જેથી આવા ભયાનક અકસ્માત ન બને અને કોઈને એકનો એક લાડક વાયો ન ગુમાવવો પડે એવી સરકાર શ્રી પાસે લોકો આશા રાખી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ