ભાવનગરમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

બે શખ્સે હત્યા કરી નાશી છુટયા

(પ્રતિનિધી દ્વારા) ભાવનગર તા. 29
ભાવનગરમાં નજીવી બાબતે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. પોલીસે બે આરોપી વિરૂધ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
ખુનનાં આ બનાવની વિગતો એવી છેકે શહેરનાં કરચલીયાપરા વિસ્તારમાં પોપટનગર ખાતે રહેતાં મુન્નો ઉર્ફે બુવાભાઇ રાઠોડ નામનાં કોળી યુવાન ઉપર આજ વિસ્તારનાં કિશોરભાઇ રાઠોડ અને રાહુલ ઉર્ફે લાલો કિશોરભાઇ રાઠોડએ છરી વડે છાતીનાં અને પડખામાં ઘા ઝીંકી હત્યા કરી નાસી છુટયા હતા. આ બનાવની જાણ થતાં જ સી ડીવીઝનનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો હતો, અને તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે ભાનુબેન રાઠોડએ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કિશોરભાઇ રાઠોડ તથા રાહુલ ઉર્ફે લાલો કિશોરભાઇ રાઠોડ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી જણાવેલ છે કે તેના ઘર પાસે આરોપી ગાળો બોલતા હોય તેને ટપારતા તેની દાઝ રાખી છરી વડે હુમલો કરી હત્યા કરી છે. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ