અલંગમાં અજાણ્યા આવારા તત્વોનો આતંક

(પ્રતિનિધિ દ્વારા) ભાવનગર તા.3
ભાવનગર નજીકનાા અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં વસવાટ કરતા પરપ્રાંતીય મજૂરો ને ગઈકાલ રાત્રે અચાનકજ આવેલા તોફાની તત્વો એ વિના કારણે જુલમ ગુજારવામાં આવ્યો હતો. ખોલીઓ ની બહાર સુતેલા અનેક પરિવારો ને ધોકાઓ બોથડ પદાર્થ મારી રીતસર આતંક મકચવવા માં આવ્યો હતો.
જેને લઈ પોલીસે બંદોબસ્ત ગોઠવી કાયદો વ્યવસ્થા જળવાય રહે તેમાટે પગલાં ભર્યા છે.
એક તરફ કોરોનાનો ભય છે.બીજી તરફ અનેક શ્રમિકો કામ ધંધા વિહોણા છે.તેની વચ્ચે ગત રાત્રે અલંગ શિપયાર્ડ ના પ્લોટ નંબર 24ડી અને આસપાસના વિસ્તારમાં સુતેલા પરપ્રાંતીય પરિવારો પર તોફાની તત્વો તૂટી પડ્યા હતા.હાથમાં ધોકા કે બોથડ પદાર્થ લઈ ને આવેલા ઈસમો એ મહિલા,બાળકો, પુરુષો જે હાથમાં આવ્યા તેઓને મારવા લાગ્યા હતા.જેનાકારણે અમુક ને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી.આ બનાવ ગતરાત્રે 10.30 બાદ બન્યો હતો.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું હતુંકે આજે તળાવ માં પર પ્રાંતીય ન્હાવા ગયા ત્યારે પણ દોડાવી દોડાવી માર માર્યો હતો.જેમાં અનેક ને કાંટા ઓ ખૂંચી ગયા હતા. તોફાની તત્વોથી અહીંના લોકો ફફડી ગયા હતા.
આ બાબતે રૂરલ પો.સ.ઇ કે.બી જાડેજા એ જણાવ્યું હતુંકે પોતાને જાણ થતાં તે વિસ્તારમાં વાહન સાથે બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે.
તળાજામા નકામા બાઈક લઈને નીકળ્યા તો આવી બન્યું
તળાજા માં કોરોના ના પગલે લોક ડાઉન નું ચુસ્ત પણે પાલન થાય તે માટે આજે ઉચ્ચ પોલીસ અધિકારી ની મળેલ સૂચના બાદ આજે પો.ઇ ગમારા એ શહેર મા કામ વગર બાઈક લઈને નીકળેલ આઠ બાઈક સવારો ને રોકો બાઇક ડિટેઇન કરી હતી.પાંચ ઈસમો સામે જાહેર નામના ભંગ બદલ કાર્યવાહી કરી હતી.
અલંગ રૂરલ અને મરીન પોલીસે એક વાહન ડિટેઇન અને બે વ્યક્તિ વિરુદ્ધ તથા દાઠા પોલીસે જાહેર નામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે.

રિલેટેડ ન્યૂઝ