રણજી ટ્રોફી : ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રનો વિજય

સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફી 2019-20ની ફાઇનલમાં પાંચમા દિવસે રાજકોટ ખાતે પ્રથમ ઇનિંગ્સમાં લીડના કારણે ટેક્નિકલ રીતે ચેમ્પિયન બની ગયું છે. સૌરાષ્ટ્ર પ્રથમ દાવમાં 425 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં બંગાળ 381 રન જ કરી શક્યું હતું. નિયમ અનુસાર મેચ ડ્રો થાય તો ફર્સ્ટ ઇનિંગ્સ લીડના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવે છે.ચોથા દિવસે 134/3થી દિવસ શરૂ કરતા મહેમાન ટીમે ચોથા દિવસે 220 રન ઉમેર્યા હતા અને આ દરમિયાન 3 વિકેટ ગુમાવી હતી. મેચમાં રિઝલ્ટ આવે તેવી કોઈ સંભાવના નથી. તેથી જે ટીમને પહેલી ઇનિંગ્સમાં લીડ મળશે તે રણજીનું ટાઇટલ પોતાના નામે કરશે. મહેમાન ટીમે એકસમયે 263 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે તે પછી અનુસ્તૂપ મજુમદાર અને અર્નબ નંદીએ સાતમી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી છે. મજુમદાર 58 અને નંદી 28 રને રમી રહ્યા છે.બંગાળે દિવસની શરૂઆતમાં પોઝિટિવ રમત રમતા પ્રથમ સેશનમાં વિના વિકેટે 84 રન કર્યા હતા. સુદીપ અને સાહાની જોડીએ ચોથી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરીને સૌરાષ્ટ્રના બોલર્સને વિકેટ માટે લાંબી રાહ જોવડાવી હતી. સુદીપ ચેટર્જીએ 241 બોલમાં 7 ફોરની મદદથી 81 રન કર્યા હતા. તે ધર્મેન્દ્ર જાડેજાની બોલિંગમાં શોર્ટ લેગ પર વિશ્વરાજ જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો.

રિલેટેડ ન્યૂઝ