જામનગરના કોંગી મહિલા નગરપાલિકાના પુત્ર સંચાલીત જુગારની કલબ પકડાઇ

જામનગર તા. 24
જામનગર તાલુકાના સચાણા ગામ માં જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પુત્ર દ્વારા ઘોડીપાસા નો જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાની બાતમીના આધારે જામનગર એલસીબી પોલીસે ગત સાંજે દરોડો પાડ્યો હતો અને કોર્પોરેટરના પુત્ર સહિત 13 શખ્સો ને રૂ. 3 લાખ 35 હજાર ની રોકડ ઉપરાંત વાહન ,મોબાઈલ વગેરે મળી ને કુલ રુ 31 લાખ 38 હજાર ની કિંમત ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે કોર્પોરેટર અન્ય એક પુત્ર સહિત બે શખ્સો નાસી ગયા હતા.
જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મરિયમબેન ના પુત્ર યુસુફ ઉર્ફે બાબો કાસમભાઈ ખફી અને અલ્તાફ ઉર્ફે પપ્પુ કાસમભાઈ ખફી નામના બે ભાઈ ઓ પોતાના જામનગર તાલુકાના સચાણા ગામ માં આવેલા ફાર્મ હાઉસમાં ઘોડીપાસા થી જુગાર રમાડતા હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી. આથી ગત સાંજે એલસીબી પોલીસની ટુકડીએ દરોડો પાડ્યો હતો અને ઘોડીપાસા પાસેથી જુગાર રમી રહેલા યુસુફ ઉર્ફે બાબો કાસમભાઈ ખફી,બશીર અબ્બાસભાઈ બાબવાણી, ઇમરાન બસીરભાઈ બ્લોચ ,હિતેશ સોમાભાઈ ચાવડા,આસિફ યુનુસભાઇ ખફી, અનિલ સોમાભાઈ ચાવડા, રજનીકાંત લક્ષ્મણભાઈ નંદાસણા , હેમંત હરિભાઈ ગામી, યુસુફ ગુલમાદભાઈ બાબવાણી, આહિર વિનોદ ઉર્ફે મોબાઈલ ટેકચંદભાઈ રામવાણી, નિલેશસિંહ ભીખુભા પરમાર, નાગેન્દ્રકુમાર રાધામોહન પ્રસાદ અને વસીમ સલીમભાઈ ખીરા ને ઝડપી લીધા હતા.
પોલીસે ઘોડી પાસા ના જુગારધામ સ્થળે થી રૂપિયા રૂ. 3 લાખ 35 હજાર ની રોકડ રકમ, 16 નંગ મોબાઇલ ફોન તથા બે મોટર કાર કબજે કરી હતી .જેની કુલ કિંમત રૂપિયા 31 લાખ 38 હજાર થવા જાય છે .
આ દરોડા સમયે અલ્તાફ પપ્પુ કાસમભાઈ ખફી અને રામભાઈ નામના બે શખ્સો નસી ગયા હતા.

રિલેટેડ ન્યૂઝ