જામનગરમાં ઈસ્કોન ભકતવૃંદ દ્વારા શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન

જામનગર: તા.27
જામનગરના આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ-ઈસ્કોન ભકતવૃંદના ઉપક્રમે જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ઈસ્કોન મંદિરના સાંનિધ્યમાં તા.3-3-2020 થી તા.9-3-2020 સુધી ‘શ્રીમદ્દ ભાગવત કથામૃત’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસાસને ઈસ્કોનના શ્રીમાન ચૈતન્ય મહાપ્રભુદાસજી બિરાજી ધર્મકથાનું રસપાન કરાવશે. કથાશ્રવણનો સમય દરરોજ સાંજે 5 થી 8 વાગ્યા સુધીનો રહેશે.
આ ધર્મકથા દરમિયાન મુનિઓ દ્વારા પ્રશ્ર્નો, નારદજી – વ્યાસદેવજી સંવાદ, પરીક્ષિત મહારાજ દ્વારા કળીયુગનું સ્વાગત, સૃષ્ટિનું સર્જન, વરાહ અવતાર, કપિલ મુનિ દેવહૂતિ સંવાદ, ધ્રુવ મહારાજનું ચરિત્ર, બ્રહ્માંડનું બંધારણ, અન્ય ગ્રહોની સ્થિતિ, નરકનું વર્ણન, તેમાંથી મુકિતનો મારગ, પ્રહલાદ મહારાજનું ચરિત્ર, નૃસિંહ લીલા, વામન અવતાર, સમુદ્ર મંથનની કથા, રામલીલા, કૃષ્ણ અવતાર, ઉદ્ધવ ગીતા, કળિયુગનું વર્ણન, તેમાંથી છૂટવાના ઉપાય તથા શ્રી ગૌર કથાનું વૃતાંત રજૂ કરવામાં આવશે.
તા.09/03/2020ના શ્રી ગૌર પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.9/3/ના સવારે 4-30 વાગ્યે મંગલા આરતી, સવારે 7-30 વાગ્યે શ્રૃંગાર દર્શન, ગુરૂપૂજા, સવારે 8 વાગ્યે ગૌર કથા, સવારે 11 વાગ્યે ભજન-કીર્તન, બપોરે 12 વાગ્યે ગૌર કથા, સાંજે 5 વાગ્યે ભજન-કીર્તન, સાંજે 5-30 વાગ્યે અભિષેક, સાંજે 6-30 વાગ્યે ભોગ અર્પણ, સાંજ 7 વાગ્યે આરતી અને 7-45 વાગ્યે કૃષ્ણભકતો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.10મી માર્ચે વિશેષ કાર્યક્રમ અંતર્ગત સાંજે 5 વાગ્યે ભજન-કીર્તન, 6 વાગ્યે પ્રવચન, 7 વાગ્યે આરતી, 7-30 વાગ્યે ડ્રામા, 7-45 વાગ્યે મહાપ્રસાદ યોજાશે. વધુ માહિતી – સેવા માટે મો.94289 01896, 94269 18755, 94290 71514 ઉપર સંપર્ક કરવો.
આ ધર્મકથાનો શ્રવણ લાભ લેવા આયોજકોએ ધર્મપ્રેમી જનતાને અનુરોધ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ