જુનાગઢ મનપા જનરલ બોર્ડમાં મશરૂના રેકર્ડની યાદ તાજી થઇ

જુનાગઢ તા. 12 જુનાગઢ મનપાના સૌથી લાંબા સમય સુધી ભાષણ આપવાનો રેકોર્ડ મનપાના પૂર્વ મેયર અને જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ નાં નામે છે, સને 2009 માં સતત 8 કલાક સુધી પાણી પીધા વગર બજેટ અંગે વન ટુ વન ચર્ચા કરી હતી. સને 2009 માં જુનાગઢ મનપામાં કોંગ્રેસનું શાસન હતું અને સને 2009/2010 નાં બજેટ અંગે બપોર 3 વાગ્યે બેઠક શરૂ થઈ હતી, ત્યારે ભાજપના કોર્પોરેટર મહેન્દ્રભાઈ મશરૂએ પાણી પીધા વગર સતત 8 કલાક બજેટ ઉપર વન ટુ વન ચર્ચા કરી હતી. અને આ બજેટ બેઠક રાત્રીના 11 વાગ્યા સુધી ચાલી હતી. બજેટ બોર્ડ પૂર્ણ થયા બાદ મનપાના શાસક અને વિપક્ષ નાં કોર્પોરેટર, મનપાના અધિકારીઓ મહેન્દ્રભાઈ ની સ્ટમીના જોઈ ચક થઈ ગયા હતા, અને 8 કલાક બાદ મહેન્દ્રભાઈ એ પાણી પીધું હતું. આ વાત એટલે યાદ આવી ગઈ કારણ કે, છેલ્લા ઘણા વર્ષોથી અનેક જનરલ બોર્ડ માત્ર મિનિટોમાં જ પૂરું કરી દેવામાં આવે છે, અને શાસક ભાજપના પદાધકારીઓ બહુમતીના જોરે વિપક્ષને બોલવા પણ નથી દેતું ત્યારે ભાજપના મશરૂએ 8 કલાક બજેટ અંગે ચર્ચા કરી રેકોર્ડ સર્જ્યો હતો, જે આજે પણ અકબંધ છે.

રિલેટેડ ન્યૂઝ