વિસાવદર પંથકની સગીરાનુ અપહરણ કરનારો ઝડપાયો

જુનાગઢ તા.13
વિસાવદર પંથકની એક સગીરાનું પીયાવા ગામના એક શખ્સે કરેલ અપહરણ બાદ જુનાગઢ પોલીસે 4 વર્ષે આરોપી અને સગીરાને પીયાવા ગામમાંથી જ શોધી કાઢયા હતા. જો કે હાલમાં આ સગીરાએ અપહરણ કરેલ યુવક સાથે લગ્ન પણ કરી લીધા છે અને પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી છે.
વિસાવદર પંથકની એક સગીરાનું વર્ષ 2016માં વિસાવદરના પીયાવા ગામના વિનુ જીણાભાઈ ડાભીએ લગ્ન કરવાના ઈરાદે અપહરણ કયુર્ં હતું અને તેની ફરીયાદ પરીવારજનોએ વિસાવદર પોલીસમાં કરી હતી. દરમ્યાન ચાર વર્ષના અરસા બાદ પોલીસને બાતમી મળી કે અપહરણ કરનાર આરોપી યુવકે સગીરા સાથે લગ્ન કરી લીધા છે અને હાલમાં પીયાવા ગામે રહે છે.
આથી પોલીસે પીયાવા ગામે તાબડતોબ પહોંચી આરોપીની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં આ યુવકે સગીરા પુખ્ત બનતા લગ્ન કરી લીધા હોય અને બન્ને વચ્ચે પ્રેમ સબંદ હોય તેથી નાસી ગયાની કબુલાત આપતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

રિલેટેડ ન્યૂઝ