વહીવટી કર્મચારી સંઘ મહામંડળ વર્ગ-3નું 15મું અને વર્ગ-4નું વહીવટી અધિવેશન વર્કશોપ સેમિનાર

માણાવદર,તા.13
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળ વર્ગ 3 અને 4નું છઠુ વહીવટી અધિવેશન વર્કશોપ સેમીનાર તા.9-10 ફેબ્રુઆરી 2020ના રોજ પાલિતાણા ધામ ખાતે યોજાઇ ગયું. આ વર્કશોપ સેમિનારમાં સંતો મહંતો દ્વારા આશીર્વચન પાઠવવામાં આવેલ. તેમજ તજજ્ઞ વકતાઓ અને શિક્ષણ વિદોએ સંસ્થાના સંચાલન માટે ઉપયોગી માહિતી રસપ્રદ શૈલીમાં પીરસેલ સમગ્ર ગુજરાત રાજયના જીલ્લામાંથી બહોળી સંખ્યામાં કર્મચારી ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહેલ. સાંપ્રત સમસ્યાઓને સાથે મળી સુપેરે હલ કરવા અંગે વકતાઓ દ્વારા ભાથા સમાન જ્ઞાન પીરસેલ. મહામંડલેશ્ર્વર પ.પુ.સ્વામી સ્વરૂપાનંદજીએ માર્મિક વાણીથી ર્નિવ્યસની રહી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટેના પ્રથમ પગથીયારૂપ બની સમાજને ઉપયોગી થવા અનુરોધ કરેલ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રફુલભાઇ દવે અને હરદેવભાઇ આહીરે કસુંબલ ડાયરાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરેલ. અંતમાં સમુહમાં રાષ્ટ્રગાન કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવા બદલ મહામંડળના કાર્યવાહકોએ આભારની લાગણી વ્યકત કરેલ. પ્રમુખ અજીતસિંહ સુરમા અધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલ તથા પ્રશાંતભાઇ અધ્વર્યુ મહામંત્રી કિશોરભાઇ ડાંગર મંત્રી ગીરીશભાઇ પટેલ તથા જયેશભાઇ દુધાત્રા ક્ધવીનર જે.ડી. પટેલ, સહ ક્ધવીનર અરવિંદભાઇ મહેતા, બોર્ડ મેમ્બર પરશોતમભાઇ સોનારા તથા વિપુલભાઇ વેકરીયાએ જહેમત ઉઠાવી હતી.

રિલેટેડ ન્યૂઝ