મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથથી જુનાગઢ માટે વિશેષ ટ્રેન સુવિધા

જૂનાગઢ તા. 14
પશ્ર્ચિમ રેલવે દ્વારા આગામી મહાશિવરાત્રિ પર્વ દરમિયાન આયોજીત મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખતાં રાજકોટ તથા સોમનાથ સ્ટેશનો થી જૂનાગઢ માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે. રાજકોટ-જૂનાગઢ : રાજકોટથી તા. 18, 19 અને 21 ફેબ્રુઆરી 2020 ના રોજ સાંજે 5 વાગે ઉપડીને જૂનાગઢ રાત્રીના 8 વાગે પહોંચશે તથા પરતમાં 18, 19 અને 21 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ રાત્રે 9:29 વાગે ઉપડીને રાજકોટ રાત્રે 11:49 વાગે પહોંચશે. સોમનાથ-જૂનાગઢ : તા. 17 થી 21 ફેબ્રુઆરી 2020 સુધી સોમનાથ થી રાત્રિના 8:39 વાગે ઉપડીને જૂનાગઢ રાત્રીના 10:20 વાગે પહોંચશે તથા પરતમાં જૂનાગઢ થી રાત્રિના 11:20 વાગે ઉપડીને સોમનાથ રાત્રીના 1:30 વાગે પહોંચશે. જૂનાગઢ-સત્તાધાર : મીટરગેજ સેક્શનમાં તા. 17 ફેબ્રુઆરી 2020 થી 21 ફેબ્રુઆરી 2020 સુધી જૂનાગઢથી સત્તાધાર વચ્ચે મેળો સ્પેશિયલ ટ્રેન દોડશે. આ ટ્રેન જુનાગઢથી સવારે 10:50 વાગે ઉપડીને સત્તાધાર સ્ટેશને બપોરે 12:49 વાગે પહોંચશે. પરતમાં આ ટ્રેન સત્તાધારથી બપોરે 1:15 વાગે ઉપડીને જૂનાગઢ સ્ટેશને બપોરે 2:50 વાગે પહોંચશે. આ ઉપરાંત ત્રણ જોડી ટ્રેનોમાં ચાર-ચાર સામાન્ય શ્રેણીના કોચ જોડવામાં આવી રહ્યા છે. તદઅનુસાર તા. 17 થી 21 ફેબ્રુઆરી 2020 સુધી ટ્રેન નં. 22957/22958 વેરાવળ-અમદાવાદ તથા 19119/19120 અમદાવાદ-સોમનાથ-અમદાવાદ તથા 59597/59508 સોમનાથ-રાજકોટ પેસેન્જર ટ્રેનોમાં ચાર વધારાના જનરલ કોચ લાગશે.ઉલ્લેખનીય છે કે ટ્રેન નં. 19119/19129 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ હાલમાં અમદાવાદ-રાજકોટ વચ્ચે રદ્દ હોવાને કારણે આ વધારાના ચાર કોચ રાજકોટ-સોમનાથ વચ્ચે દોડશે.

રિલેટેડ ન્યૂઝ