જૂનાગઢ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં 2216 જગ્યા માટે 3 હજાર છાત્રો ઉમટયા

જૂનાગઢ તા.14
જૂનાગઢ ખાતે શિક્ષણ વિભાગ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ. ના ઉપક્રમે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 235 કંપનીની 2216 જોબ માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 31 સરકારી અને ગ્રાન્ટેડ કોલેજના 3 હજાર થી વધુ વિધાર્થીઓ ઉમટ્યા હતા.મેગા પ્લેસમેન્ટ કેમ્પ નોકરીદાતા કંપનીઓ અને રોજગારી મેળવવા ઈચ્છતાં ઉમેદવારો માટે આદર્શ પ્લેટફોર્મ છે. જેમાં સ્થાનિક ઉમેદવારોને નોકરીદાતા કંપનીઓમાં રોજગારી મળે તેવો ઉમદા આશય છે. ઉપરાંત ટેલેન્ટેડ યુવાનોને કંપની પસંદગી કરવાની પણ તક સાંપડે છે, તેમ જિલ્લા ક્લેક્ટર ડો. સૌરભ પારઘીએ આ તકે જણાવ્યું હતું.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી,બજૂનાગઢના મેયર ધીરૂભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હીમાંશુ પંડયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ પ્લેસમેન્ટ કેમ્પમાં નોકરીદાતાઓનું સન્માન કરવા સાથે પસંદગી થયેલ ઉમેદવારોને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા હતા.આ તકે પુલવામાં સાહિદોના માનમાં બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
માર્ગ સલામતી સપ્તાહ
જૂનાગઢ તા.14 આર.ટી.ઓ જૂનાગઢ દ્વારા માર્ગ સલામતી અન્વયે લોક જાગૃતિ અર્થે જિલ્લાના વિવિધ જગ્યાએ શેરી નાટ્ય શો યોજાશે. જેમાં તા 15ના રોજ રાજલક્ષ્મી રોડ જૂનાગઢ તથા વડાલ અને ચોંકી પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે, તા.16ના રોજ મહાબત મકબરો જૂનાગઢ ખાતે અને મેંદરડા ખાતે તેમજ તા,17ના રોજ આર.ટી.ઓ.કચેરી જૂનાગઢ, મેંદરડા ઉપરાંત સુભાષ કોલેજ ખાતે નાટ્ય શોનું આયોજન કરાયું છે.

રિલેટેડ ન્યૂઝ