વાંકાનેરની અંધ – અપંગ 1150થી વધુ ગૌ માતા માટે દાન કરવા અપીલ

વાંકાનેર તા. 13
સમગ્ર ગુજરાતમાં એક માત્ર આદર્શરૂપ અને અનુકરણ કરી શકાય એવી અંધ અપંગ, અસકત ગૌમાતાની સેવાની જ્યોત પ્રસરાવી સંસ્થા વાંકાનેરના જીનપરા વિસ્તારમાં અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના નામે અવોલી છે. આ સંસ્થામાં અંધ અપંગ ગૌ માતા અને તેના પરિવાર મળી કુલ – 1100 થી વધુ ગૌ માતાનું નિજ નિવાસ સ્થાન સમુ આશ્રય સ્થાન બની ગયું છે. વાંકાનેરની આ ગૌ શાળામાં ગાયમાતાને લીલા – સુકા ઘાસ ઉપરાંત ગોળ – ખોળ વિગેરે અપાય છે અને સાથે સાથે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા નિયમીત સારવાર પણ આપવામાં આવે છે. ગાય માતા માટે આવેલું દાન ખરા સમયે ગાય માતા વાપરવું જ જોઇએ એવા સુંદર વિચારધારા ધરાવતા પ્રમુખ અને ટ્રસ્ટીઓને વાંકાનેરનાં અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા બાજુના રાજાવડલા રોડ ઉપર ગૌ માતા માટે આઠ એક જગ્યામાં પંદર સો થી વધુ ગૌ માતાને સારી રીતે નિભાવ થઇ શકે તે માટે 14 મોટા પાકા શેડ, વિશાળ ઘાસ ગોડાઉન, પાણી માટે સુંદર અવેડાઓ સહીતની સુંદરતા વ્યવસ્થા કરવામાં આવી છે.
વાંકાનેર અંધ અપંગ ગૌશાળાની ગૌમાતાની નિભાવ માટે દરરોજ 50 હજારથી વધારે રોજીદો ખર્ચ હોય આ માટે દાતાઓનો સહયોગ અતિ જરૂરી હોય ગૌમાતાના નિજ નિવાસ સ્થાન માટે દાનની સરવાણી વહાવવા ટ્રસ્ટી મંડળ, રાજકોટ ગૌસેવા સમિતિ તથા મોરબી તથા જામનગર ગૌ સેવા સમિતિએ અપીલ કરી છે.
રાજકોટ
મંકર સંક્રાતિના પાવન પર્વ નિમિત્તે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટ મધ્યે અંબિકા પાર્ક, સ્વામીનારાયણ ગુરૂકુલ, સોરઠીયા વાડી (ઘનશ્યામભાઇ) કોટેચા ચોક, પ્રદિપભાઇ, ગાયત્રી એન્જી. કોર્પો. રાઘે હોટેલ 150 ફુટ રીંગ રોડ, ઇન્દિરા સર્કલ સંતોષડેરી પાસે પાણીનો ઘોડો પેડક રોડ, ભક્તિનગર સર્કલ, ઈન્દીરા સર્કલ પટેલ ડેરી પાસે, સાંગણવા ચોક, કોટેચા ચોક (મહિલા ગૃપ), બાલાજી હોલ 150 ફુટ રીંગરોડ, જાગનાથ મંદિર, પુષ્કરધામ મંદિર, મવડી મેઇન રોડ, અમીનમાર્ગ, પંચનાથ મંદિર, માયાણી ચોક, રૈયા ચોકડી, સાધુવાસવાણી રોડ ગંગોત્રી ડેરી, સોરઠીયા વાડી, રાણી ટાવર, ત્રિકોણબાગ, નંદા હોલ, ઝુલેલાલ મંદિર, લીલા ખંડપીઠ, જંકશન પ્લોટ, બજરંગ સોડા, સ્વામીનારાયણ ચોક, બાપાસીતારામ ચોક, એરોડ્રામ રોડ, કેકેવી હોલ, એસ્ટ્રોન સોસાયટી, પંચાયત ચોક, નાણાંવટી ચોક, કિશાનપરા, સદગુરૂ સાનિધ્ય ચોક (સંતકબીર રોડ), પેલેસ રોડ આશાપુરા મંદિરની બાજુમાં, ગુંદાવાડી, મવડી મેઇન રોડ (મહિલા ગૃ્રપ), ચિરાગ હોસ્પિટલ સામે 80 ફુટ મેઇન રોડ, રૈયા રોડ, સાધુવાસવાણી રોડ કોર્નર, એસ.એન.કે. ચોક યુનિ. રોડ, કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર પાસે, એસ્ટોન ચોક, રાજનગર ચોક, ત્રિમૂર્તિ બાલાજી મંદિર, આંબલીયા હનુમાન જંકશન, ત્રિવેણી ગેઇટ સંતકબીર રોડ, શિવ ફેમીલી રેસ્ટોરન્ટ, જય ઓટો ક્ધસ્લ્ટ 80 ફુટ રોડ, અકીલા ચોક, ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે.
જામનગર
જામનગર બાલા હનુમાન મંદિર સામે તળાવની પાછળ, સેન્ટઅંશ સ્કૂલ સામે પંડીત નહુરૂ માર્ગ, કિરીટ સ્વીટ અને નમકીન પટેલ કોલોની 9, ચાંદી બજાર ચોક, રણજીતનગર પટેલ સમાજની વાડી સામે, રામશ્ર્વેરનગર – 2 સરદાર ભવન, ખોડીયાર કોલોની પાસે, ગુરૂદત્તાત્રેય મંદિર પાસે, એમ્યુઝન પાર્ક, જનતા ફાટક ઇન્દીરા રોડ, પટેલ પાર્ક, ઉદ્યોગનગર ફેઇસ – 3, ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે.
મોરબી
મોરબીમાં ખોડીયાર રેસ્ટોરન્ટ જૂના બસસ્ટેન્ડ પાસે, સદગુરૂ મીલ્ક પોઇનટ શનાળા રોડ, દીના પ્રોવીઝન વર્ધમાન રેડીડન્ટ કેનાલ રોડ, પટેલ મેડીકલ રવાપર રોડ, ગાંધીચોક પેટ્રોલ પંપની બાજુમાં, મયુરપાન પંચવટી સોસાયટી નવયુગ સ્કુલ પાસે, ડાયમંડ માર્કેટ રવાપર રોડ, નવા બસસ્ટેન્ડ પાસે સરદાર સ્ટેચ્ય, શક્તિ પુષ્પ ભંડાર ગ્રીન ચોક, લીલા લહેર રવાપર રોડ, ઉમીયા સર્કલ શનાળા રોડ, શ્રીજી પાર્ક – 2, રવિપાર્ક – 2 વાવડી રોડ, આર્દશ સોસાયટી સરદાર બાગ, ભાવિકા પ્રોવિઝન ગોપાલ સોસાયટી, મારૂતી જનરલ ઋષભનગર, રાજા મેડીકલ સ્ટોર સાવસર પ્લોટ મેઇન રોડ, આકાશ એપાર્ટમેન્ટ લખધીરવાસ, ગેંડા સર્કલ, સ્વાગત કેનાલ ચોકડી, સ્વામીનારાયણ મંદિર શાનાળા રોડ, સિધ્ધિી વિનાયક ધુનડા, અવધ શ્રીકુંજ સોસાયટી, બાલાજી પ્રોવિઝન અવની ચોકડી, ડો. દિલીપભાઇ ભટ્ટ, ન્યુ ગુજ. હા., પસંદ ચા – નવા ડેલા રોડ, ઉત્સવ પ્રોવિઝન પાટીદાર ટાઉનશીપ, રઘુવીર એસ.ડી.પી.સીઓ. વસંત પ્લોટ, બંસીધર ડેરી ફાર્મ મહેન્દ્રનગર ચોકડી, ઉમા ટાઉનશીપ ચોક, વૃંદાવન પાર્ક ગેઇટ મોરબી – 2, વૃષભ નગર ગેઇટ મોરબી, રામદૂત પાન – શ્રીમદ રાજનગર પંચાસર રોડ, સરદાર નગર
સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં અમર સેલ્સ કંપની જૂના ગેઇટ સ્ટેશન પાસે, રાજ મંદિર પાસે – મલહાર ચોક, માતૃશ્રી કોમ્પ્લેક્ષ રતનપર (જોરાવરનગર) ક્રોઝવે પાસે, દિપ ચશ્મા ઘર ન્યુ અંડર બ્રિજ પાસે, 80 ફુટ રોડ નવરંગ સોસાયટી પાસે, નવા જંકશન રોડ કુન્તુનાથ દેરાસર ચોક પાસે તેમજ
વાંકાનેર
વાંકાનેરમાં શ્રી અંધ અપંગ ગૌ આશ્રમની ઓફીસ જીનપરા, જયશ્રી રામદુગ્દ્યાલય (ભાઇલાલભાઇ પેંડાવાળા) તેમજ જીતુભાઇ સોમાણી ગૃ્રપ મારકીટ ચોક, ગૌ શાળા ઓફીસ, ગોપાલવાડી રાજાવડલા ઓફીસ તેમજ
જામખંભાળીયા
મુકેશનભાઇ પંચમતીયા તેમજ ગૌ સેવા સમિતિ સાગર એન્ટરપ્રાઇઝ પોષ્ટ ઓફીસ રોડ,
વાંકાનેરની અંઘ અપંગ ગૌ માતાઓ માટે ઉપરોકત સ્થળે દાન સ્વીકારવા માટે છાવણીઓ (મંડપ) ઉભા કરી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. જેમાં સેવાભાી કાર્યકરો ઉપસ્થિત રહી દાન સ્વીકારશે. આ ઉપરાંત વાંકાનેર, મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જામખંભાળીયા વિગેરે ગૌ સેવા પ્રચાર રથ પણ ફરશે.

રિલેટેડ ન્યૂઝ