ગરેજ ગામે “પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષીત અભિયાન કેમ્પ યોજાયો

પોરબંદર તા.14
પોરબંદરના ગરેજ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે “પ્રધાનમંત્રી માતૃત્વ સુરક્ષીત અભિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોરબંદર જીલ્લાના ગરેજ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પોરબંદર 108 અને ખિલખિલાટ ટીમ દ્વારા સગર્ભા માતાઓ માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 117 જેટલી સગર્ભા માતાઓનું પ્રખ્યાત ગાયનેક તબીબ ડો. નસરૂમ દ્વારા ચેક-અપ તથા નિદાન કરવામાં આવ્યું હતું, આ સગર્ભા માતાઓને તેમના ઘરેથી લઈ જઈ અને ઘરે પરત મૂકી જવાની વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી. ગરેજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજવામાં આવેલા આ કેમ્પમાં પોરબંદરની હલીમા હોસ્પિટલના પ્રખ્યાત ગાયનેક ડો. નસરૂમ દ્વારા સગર્ભા માતાઓનું નિદાન તેમજ ચેક-અપ કરવામાં આવ્યું હતું તેમજ ગરેજના ડો. બાંભણીયા અને 108 ના પ્રોગ્રામ મેનેજર જયેશ કારેણા અને પોરબંદર જીલ્લાના જીલ્લા અધિકારી મિલન જાની એ તેમજ પોરબંદર જીલ્લાની 108 અને પોરબંદર જીલ્લાની ખિલખિલાટ ટીમ દ્વારા આ કેમ્પમાં સગર્ભા માતાઓને વિસ્તૃત માર્ગદર્શન તેમજ સગર્ભાઓને ખજુરનું અને સરગવાના રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સલાહ-સુચન પણ આપવામાં આવ્યા હતા. ગરેજ ખાતે યોજવામાં આવેલા આ કેમ્પને સફળ બનાવવા માટે પોરબંદર જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી અને જીલ્લ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને ડો. શર્માએ હાજરી આપી હતી તેમજ 108 ના પોરબંદર જીલ્લાના જીલ્લા અધિકારી મિલન જાનીના સુંદર માર્ગદર્શન દ્વારા રાત-દિવસ જોયા વગર જ 24 કલાક 365 દિવસ લોકોની સેવા માટે સતત ને સતત દોડતા રહેતા એવા પોરબંદર 108 ના ઈ.એમ.ટી. રાજેશ જોષી, ભનુ મોકરીયા, યક્ષય ચુડાસમા, ચિંતન મકવાણા, પાયલોટ કાના કોડિયાતર, ખિલખિલાટના કેપ્ટન સત્યમ રાવલ, જીતેશ વિરમગામા, રમેશ બોરખતરીયા, યોગેશ ઓડેદરા દ્વારા સગર્ભા માતાઓને ઘરેથી લઈ આવવામાં આવ્યા હતા. ત્યારબાદ સગર્ભા માતાઓનું ચેક-અપ થઈ ગયા બાદ આ સગર્ભા માતાઓને સુરક્ષિત રીતે કેમ્પથી ઘર સુધી પહોંચાડવામાં આવ્યા હતા. તેમજ ગરેજ પી.એચ.સી. ના ફાર્માસિસ્ટ એમ.જી. ચોટલિયા, એફ.એચ.ડબલ્યુ. પી.જે. ભુવા, લેબોરેટરી ટેકનિશ્યન તૃપ્તિબેન અને હિનાબેન અને ગરેજ પી.એચ.સી. ના તમામ એમ.પી.ડબલ્યુ., એફ.એચ.ડબલ્યુ. તેમજ ગરેજ પી.એચ.સી. નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ