રાણાવાવમાં કબાટનું તાળુ ખોલી 22 તોલા સોનાના દાગીનાની ચોરી

પોરબંદર,તા.27
પોરબંદરના રાણાવાવ ગામે મકાનમાંથી કોઇ જાણભેદુએ રર તોલા સોનાના દાગીનાની ચોરી કરી છે અને દાગીના હતા તે પ્લાસ્ટીકની પેટી આંગણવાડીના મેદાનમાંથી ખાલી હાલતમાં મળી છે.
રાણાવાવના મેરખીભાઇ રામભાઇ કેશવાલાનો પરિવાર ગતરાત્રે રાણાવાવમાં અબોટી બ્રાહ્મણ સમાજના લગ્નમાં ગયો હતો ત્યારે તેના ઘરે પરિવારના વૃધ્ધા અને બાળક એમ બે જ ઘરે હતા અને 11 વાગ્યે આ પરિવાર લગ્નમાંથી હાજરી આપીને પરત ફર્યો ત્યારે તેના મહીલા સભ્ય દાગીના મુકવા માટે કબાટ પાસે ગયા ત્યારે જોયું તો દાગીના રાખેલા હતા તે એક અન્ય પ્લાસ્ટીકની પેટી ગાયબ હતી તપાસ કરતા મળી ન હતી તેથી સવારે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા એ પેટી નજીકમાં આવેલ આંગણવાડીના મેદાનમાંથી ખાલી મળી આવી હતી. પોલીસે રૂમમાં તપાસ કરતા કબાટનું તાળુ તોડવામાં આવ્યું ન હતું પરંતુ ચાવીથી ખોલવામાં આવ્યું હતું અને ચોરી કર્યા બાદ પુન: કબાટને લોકમારી દેવામાં આવ્યું હતું આથી ચોરીના આ બનાવમાં કોઇ જાણભેદુ હોવાની શંકાના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ થઇ

રિલેટેડ ન્યૂઝ