રાજકોટના 1 ડઝન અનાથ બાળકોને રૂા.10-10 લાખની સહાય અપાશે

રાજકોટ તા.25
કોરોનામાં માતા-પિતા ગુમાવનાર રાજકોટ જિલ્લાના 12 જેટલા અનાથ બાળકોને કેન્દ્ર સરકાર તરફથી રૂા.10-10 લાખની સહાય મંજૂર કરવામાં આવી છે તેમ આજે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું. જ્યારે રાજ્ય સરકારની મુખ્યમંત્રી બાળસેવા યોજનામાં 107 અરજીને મંજૂર કરવામાં આવી છે.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, કોરોનામાં માતા-પિતા ગુમાવી અનાથ બનેલા રાજકોટ જિલ્લાના 12 જેટલા બાળકોને પીએમ કેર ફંડમાંથી રૂા.10-10 લાખની સહાય જાહેર કરવામાં આવી છે. આ તમામ 12 બાળકોના ડોકયુમેન્ટની ચકાસણી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પૂરી કરી દેવામાં આવી છે અને આજે તમામ બાળકોના પોસ્ટઓફિસમાં ખાતા ખોલી આપવામાં આવશે તેમાં રૂા.10 લાખની સહાય જમા કરી દેવામાં આવશે. જ્યાં સુધી બાળક 23 વર્ષનો ન થાય ત્યાં સુધી ખાતામાંથી પૈસા ઉપાડી શકશે નહીં. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા કોરોનામાં માતા-પિતા ગુમાવનાર 107 જેટલા બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજનામાં દર મહિને રૂા.4000ની સહાય ચૂકવવામાં આવશે આવી 107 અરજીને મંજૂરી આપી દેવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ