બાયોડીઝલ સામે કલેકટરની ઝુંબેશ: 75 લાખનો જથ્થો ખાલસા કરાયો

કઈ પેઢીનું કેટલુ બાયોડીઝલ જપ્ત કરાયું
યોગીરાજ ટ્રેડીંગ-જેતપુર 938100
શ્રીરાજ ટ્રેડીંગ-ગોંડલ 2030364
ગણેશ પેટ્રોલીયમ-જેતપુર 151300
પવન બાયોડિઝલ-જેતપુર 200000
પવન બાયોડિઝલ-જેતપુર 116000
પરશુરામ એન્ટરપ્રાઈઝ-જેતપુર 544500
દ્વારકાધીશ બાયોડિઝલ પંપ-હડમતિયા 180000
શિવશક્તિ એન્ટરપ્રાઈઝ-ઘંટેશ્ર્વર 457460
કૌશિક બકુત્રા-સાત હનુમાન 368500
શક્તિ બાયોડિઝલ-કુવાડવા રોડ 1190000
હરિકૃપા પેટ્રોલીયમ-માલીયાસણ 715000
ઓમ શક્તિ એન્ટરપ્રાઈઝ-માલીયાસણ 650000

રાજકોટ તા.2પ
રાજકોટ જિલ્લા પૂરવઠા તંત્ર દ્વારા ગત વર્ષ અને ચાલુ વર્ષે જેતપુર, ગોંડલ, હડમતિયા, ઘંટેશ્ર્વર, માલીયાસણ, સાત હનુમાન, કુવાડવા રોડ ઉપર ધમધમતા ગેરકાદેસર બાયોડિઝલના પંપ ઉપર પાડવામાં આવેલા દરોડા દરમિયાન આ કેસ જિલ્લા કલેકટર સમક્ષ ચાલી જતાં 12 બાયોડિઝલના ધંધાર્થીનો રૂા.75.41 લાખનો બાયોડિઝલનો જથ્થો રાજ્યસાત કરવાનો હુકમ જિલ્લા કલેકટરે
કર્યો છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં બાયોડિઝલના વેચાણ ઉપર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂક્યો છે. છતાં પણ છાના-ખૂણે તંત્રની આંખમાં ધૂળ નાંખી બાયોડિઝલનું બેફામ વેચાણ થઈ રહ્યું છે. તેની સામે રાજકોટ જિલ્લા પૂરવઠા તંત્ર દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી અને બાયોડિઝલ વેંચતી પેઢી-પંપ ઉપર દરોડા પાડવામાં આવતા હજારો લિટર ગેરકાયદેસર બાયોડિઝલ જપ્ત કરવામાં આવ્યું હતું.
તેમાં જેતપુરમાં યોગીરાજ ટ્રેડીંગમાંથી 159000, ગોંડલમાં રાજ ટ્રેડીંગમાંથી 41436, જેતપુરના ગણેશ પેટ્રોલીયમમાંથી 3400, જેતપુરના પવન બાયોડિઝલમાંથી 6000, જેતપુરના પરશુરામ એન્ટરપ્રાઈઝમાંથી 9900, જસદણના હડમતિયા ગામમાં દ્વારકાધીશ બાયોડિઝલ પંપમાંથી 3000, ઘંટેશ્ર્વરમાં શિવશકિત એન્ટરપ્રાઈઝમાંથી 7524, સાત હનુમાન પાસે કૌશિક રતાભાઈ બકુત્રા પાસેથી 5500, કુવાડવા પાસે શકિત બાયોડિઝલમાંથી 17500, માલીયાસણમાં હરિકૃપા પેટ્રોલીયમમાંથી 11000 અને ઓમ શક્તિ એન્ટરપ્રાઈઝમાંથી 10000 લીટર બાયોડિઝલ જપ્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રક સહિતના મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બાયોડિઝલ વેચતા 12 ધંધાર્થીના કેસ જિલ્લા કલેકટર સમક્ષ ચાલતાં કલેકટરે તમામ કેસની સુનાવણી હાથ ધરી હતી. દરમિયાન તમામ 12 ધંધાર્થીનું રૂા.75.41 લાખનો બાયોડિઝલનો જથ્થો સહિતનો મુદ્દામાલ ખાલસા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

રિલેટેડ ન્યૂઝ