રાજકોટમાં ટોકન આધારીત જુગાર રમતા 9 શકુની ઝડપાયા

જુગારના 96 ટોકન અને રોકડ મળી 1.56 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ,તા.25
રાજકોટમાં રેલનગર વિસ્તારમાં આવેલી અમી રેસીડેન્સી ખાતે રહેણાંક મકાનમાં ટોકન આધારીત જુગાર રમતા 9 પતાપ્રેમીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા હતા.
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ એહમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર અને મનોહરસિંહ જાડેજા તેમજ મદદનીશ પોલીસ ક્રાઇમ ડી.વી.બસીયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં જુગાર/પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવા આપેલી સુચનાના પગલે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પો.સ્ટે. પીએસઆઇ પી.બી. જેબલીયા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળેલ સંયુકત બાતમી આધારે અમી રેસીડેન્સી સનરાઇઝ સ્કુલની સામે રેલનગર રાજકોટ ખાતે આરોપી અશોકસિંહ ખુમાનસિંહ જાડેજાના રહેણાંક મકાનમાં જુગાર રમતા અશોકસિંહ ખુમાનસિંહ જાડેજા, કિશોરભાઇ મગનભાઇ ઠક્કર, માધવજીભાઇ પરસોતમભાઇ પનારા, પ્રશાંતભાઇ પરસોતમભાઇ રાઠોડ, ગીરીશભાઇ વિરજીભાઇ ધરડીયા, ધીરૂભાઇ કાનજીભાઇ કોરાટ, રમેશભાઇ કેશુભાઇ ભગદેવ , પ્રકાશભાઇ ગાંડાલાલ મહેતા અને દિપકભાઇ વસંતરાય જાની ઝડપી લીધા હતા.
અને પોલીસે દરોડા દરમિયાન જુગાર રમવાના ટોકન નંગ-96 અને રોકડા રૂપિયા 56500 મળી કુલ રૂ.1.56500 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રિલેટેડ ન્યૂઝ