ચુનારાવાડમાંથી 384 બોટલ દારૂ સાથે બે મહિલા સહિત 3 પકડાયા

રાજકોટ તા. 25
રાજકોટમાં દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા છે. ત્યારે મહિલા બુટલેગરો પણ હવે મેદાનમાં ઉતરી પડી જેમાં દાહોદથી એસ.ટી. બસમાં વિદેશી દારૂના ચપલા લઈને રાજકોટ આવેલી આદીવાસી મહિલા સહિત ત્રણ શખ્સોની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી રીક્ષા દારૂ સહિત 1.19 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની મળતિ વિગત મુજબ રાજમોતી મીલ પાસે ચુનારાવાડ શેરી નં. 3 મા દારૂની ડિલેવરી થતી હોવાનો ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમી પરથી છાપો મારી રૂા. 38,400 ની કિંમતના 384 નંગ ચપલા સાથે વિજયપ્લોટ 12 માં રહેતા રીક્ષા ડ્રાયવર કપુર ફુલસીંગ જરીયા (ઉ.વ.53) દાહોદના ગુંગરડી ગામની જશુબેન શુકલ ભાભોર અને ચુનારાવાડ શેરી નં. 3 માં રહેતી મુન્નીબેન રાજુભાઈ બારાની પોલીસે ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછમાં ચુનારાવાડમાં રહેતી મુમ્મીએ દારૂ મંગાવ્યો હતો અને દાહોદની જશુબેન એસ.ટી. બસમાં દારૂનો જથ્થો લઈ સવારે જ રાજકોટ આવી હતી અને રીક્ષામાં ડીલેવરી કરવા જતાપકડાઈ ગયા હતા.
વધુમાં જાણવા મળ્યા પ્રમાણે આરોપી કપુર, જશુબેન અને મુમ્મીબેન ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અને અગાઉ દારૂ સહિતના ગુનામાં પકડાઈ ચુક્યા છે. પોલીસે રીક્ષા દારૂ અને મોબાઈલ મળી કુલ 1,19,900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ દરોડાની કાર્યવાહી ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વી.કે. ગઢવી પી.એસ.આઈ. બી.જે. જાડેજા, રાજદીપસિંહ, જયેશ નિમાવત, ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ સહિતના સ્ટાફે કરી હતી.

રિલેટેડ ન્યૂઝ