પોલીસ ભરતી માટે રાજકોટના 2 સહિત 15 ગ્રાઉન્ડની ફાળવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા. 24
પોલીસ ભરતી વોર્ડ દ્વારા એલઆરડી અને પીએસઆઈની શારિરીક કસોટી લેવા માટે રાજ્યના 15 જેટલા ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યા છે. જેમાં 9.32 લાખ જેટલા ઉમેદવારોની રનીંગ યોજાશે હાલ તૈયારી માટે ઉમેદવારોને રાજ્ય સરકાર વિવિધ જિલ્લામાં ગ્રાઉન્ડની વ્યવસ્થા કરી આપવામાં આવી છે.
પોલીસની 10 થી વધુની ભરતી માટે રાજ્યભરમાંથી 12 લાખથી વધારે ફોર્મ ભરાયા હતા જેમાંથી 1.75 લાખ જેટલી અરજીઓ ભરતી બોર્ડ દ્વારા રદ કરી નાખવામાં આવી છે. અને 9.32 લાખ ઉમેદવારોની અરજી માન્ય રાખવામાં આવી છે. જેની શારિરીક કસોટી તા. 3 ડિસેમ્બરથી તા. 26 ડિસેમ્બર સુધી લેવામાં આવશે. જેના રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 15 જેટલા ગ્રાઉન્ડ રનિંગ માટે ફાળવવામાં આવ્યા છે. પોલીસ બનવા માટે ઉમેદવારો દ્વારા છેલ્લા એક મહિનાથી રનિંગની પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. ઘરથી દુર રહી શહેરમાં રૂમ ભાડે રાખી તૈયારી કરી રહ્યા છે. ત્યારે તેમની આતુરતાનો અંત આવ્યો છે અને ભરતી બોર્ડ દ્વારા ફિઝિકલ ટેસ્ટની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે.
ભરતી બોર્ડ દ્વારા સૌરાષ્ટ્રમાં 5 ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યો છે. જેમાં રાજકોટમાં બે, અમરેલી, સુરેન્દ્રનગર અને ગોંડલમાં એક-એક ગ્રાઉન્ડ આપવામાં આવ્યાં છે. જે ગ્રાઉન્ડ ઉપર તા. 3 ડિસેમ્બરથી વહેલી સવારથી રનિંગની પરીક્ષા લેવામાં આવશે. જે-તે જિલ્લા તાલુકા મથકે ફાળવવામાં આવેલા ગ્રાઉન્ડ ઉપર બંદોબસ્ત મુકવામાં આવ્યો છે. અને તમામ વ્યવસ્થા કામગીરી જે-તે સેન્ટરના જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ