ગોંડલમાં 3.20 લાખની લુંટ કરનાર જીનીંગ મીલના પૂર્વ કર્મચારી સહિત પાંચ ઝડપાયા

રાજકોટ, તા.27
ગોંડલના બંધિયા ગામે રહેતા અને નાગડકા રોડ પર આવેલી રાઘવ સ્પીનીંગ મીલમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા ભાવિનભાઇ કનૈયાલાલ માયાણી (ઉ.27) ગત તા.17-11ના રોજ પોતાનુ બાઇક લઇ બેંકમાંથી મીલના રૂ.3 લાખની રોકડ લઇને આવતા હતા ત્યારે રસ્તામાં આતરી બે શખ્સોએ પાડી દઇ રોકડ ભરેલો થયેલો અને બાઇક મળી કુલ રૂ.3.20 લાખની લૂંટ ચલાવી નાશી ગયા હતા જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાર્યો હતો. જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની લૂંટનો વણ શોધાયેલો ગુનો ઉકેલવાની સુચના અન્વયે એલસીબી પી.આઇ. એ.આર ગોહીલ, પીએસઆઇ એસ.જે. રાણાની રાદબરીમાં અલગ-અલગ ટીમો બનાવી સ્પીનીંગ મીલમાં કામ કરતા કર્મચારી તથા અગાઉ કામ કરતા કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન બાતમીના આધારે હાલમાં રાધવ મીલમાં કામ કરતા મેહુલ બાવળીયાને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેણે જ અન્ય ચાર શખ્સો સાથે મળી લૂંટ કર્યાની કબૂલાત આપતા લૂટનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પોલીસે આ ગુનામાં મીલમાં અગાઉ કામ કરતા મુખ્ય સુત્રધાર અવિનાશ અમૃતલાલ કમાણી (ખોરાણા, તા માટીયા હાટીના) હાલના કર્મચારી મેહુલ વાલજી બાવળીયા (રે. ગોંડલ, રાઘવ મીલ, મુળ સોમ પીપળીયા, તા. વિછીયા) તથા નિલેશ ઘનજી કોરાટ (રે. ખોરાસા, તા. માળીયા હાટીના), અમનદીપ લકી તરસીમ (રે. હાલ મોરબી મુળ પંજાબ) તથા ભરત ખેંગાર દાફડા (રે. અંજાર)ની રાજકોટ અને દ્વારકાથી ધરપકડ કરી
રોકડા રૂ. 68592 તથા મોબાઇલ નં.8 મળી કુલ રૂ. 1,36,292નો મુદ્દામાલ કબ્જો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સુત્રધાર અવિનાશે મેહુલ સાથે મળી પૂર્વ યોજીત કાવતરૂ રસી ફરિયાદીની રેકી કરી બાદમાં બનાવના દિવસે આરોપી અમનદિપ અને ભરત દાફડાએ લૂટને અંજામ આપ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ