117 પેઇજની કંકોત્રી, સૌથી નાની અને ઓછો વજન ધરાવતી શિક્ષાપત્રી અને 621 ઘરમાં એક જ વિષયની સભા
રાજકોટ તા.17
સરધારમાં સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માં આજ રોજ એક સાથે 3 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા અમેરિકા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એ જેની નોંધ લીધી . આ પ્રસંગે મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરત જી વિશેષ ઉપસ્થતિ રહ્યા હતા.
આજે સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના આઠમા દિવસે અમેરિકા ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગોનિઝશન દ્વારા ત્રણ વર્લ્ડ રેકોર્ડ નોંધણી ના સર્ટિફિકેટ પ.પૂ. સદ. સ્વામી નિત્યસ્વરૂપદાસજીને એનાયત કરવામાં આવ્યા. જેમાં સંપ્રદાય માં અને હિન્દૂ ધર્મમાં અત્યાર સુધીની સૌથી વધારે પેજ ધરાવતી કંકોત્રી જેની અંદર 117 પેજ ની બનાવાવમાં આવી છે તેનો રેકોર્ડ સરધાર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની કંકોત્રી નો આજ રોજ નોંધી વર્લ્ડ રેકોર્ડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું .
બીજો વર્લ્ડ રેકોર્ડ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ની હસ્તલિખિત સૌથી નાની અને સૌથી ઓછો વજન ધરાવતી શિક્ષાપત્રી બનાવવામાં આવી જેનો અમેરિકા સ્થિત વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ રેકોર્ડ નોંધી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું . ત્રીજો વર્લ્ડ રેકોર્ડ પ.પૂ. સદ્. સ્વામીશ્રી નિત્યયસ્વરૂપ દાસજી દ્વારા સતત એક જ વિષય ઉપર 621 ઘર સભા કરીને સૌના જીવન પરિવર્તન થાય એ હેતુ થી ઘરસભા કરવામાં આવી હતી જેની નોંધ અમેરિકા ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એ લઇ આજ રોજ વર્લ્ડ રેકોર્ડ નોંધી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું .
આ પ્રસંગે મહામહિમ આચાર્ય દેવરતજી ની વિશેષ ઉપસ્તિથ માં અને લખો હરિભક્તો ની હાજરી માં એમના સ્વ હસ્તે સ્વામીજી ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો . આ પ્રસંગે અમેરિકા ની વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન ના ફાઉન્ડર એન્ડ સીઇઓ ની સૂચના થી અધિકારીઓ સરધાર શ્રી સ્વામિનારાય મંદિર સ્થિત બે દિવસ થી હાજર રહ્યા હતા. જેમાં વસીમ ભાઈ મલેક, ભરત સિંહ પરમાર ઉપસ્તિથ રહી વર્લ્ડ રેકોર્ડ સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
રાજયપાલે સૌ પ્રથમ તેઓ ભવ્ય 1008 કુંડી યજ્ઞશાળાના દર્શને ગયા હતા અને ત્યાંથી મંદિર દ્વારા નવનિર્મિત થનાર વિશાળ 2000 વિદ્યાર્થીઓ વિના મુલ્યે રહી શકે 3 સ્ટાર સુવિધાથી યુક્ત હોસ્ટેલ ના પટાંગણમાં પુષ્પાર્પણ કરવા પધાર્યા હતા. રસ્તામાં સ્વામિનારાયણ ગૌશાળામાં ગૌ- પૂજન પણ કર્યું હતું.
આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ ના વરદહસ્તે સભ્યતા ના પુસ્તકનું વિમોચન થયું હતું અને સાથે રાજ્યપાલશ્રીએ તેમના હૃદયના ઉમંગથી ઉપસ્થિત ભક્તજનો અને આશ્રિતોને લગભગ 30 મિનિટ સુધી ઉપસ્થિત તમામ હરિભક્તોને તેમનું શુભ સંબોધન કર્યું હતું.