પોપટપરા સહીતના વોંકળા પર બનશે નવા પુલ: આજે સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત રેલનગરમાં નવો કોમ્યુનીટી હોલ અને આરોગ્ય કેન્દ્ર બંધાશે: દાયકાઓ જુના સ્લેબ કલ્વર્ટની જગ્યાએ નવા પુલ બનાવવા ડીપીઆર બનશે

રાજકોટના જુદા જુદા વિસ્તારમાં આવેલા બ્રીજ અને વોંકળાના ઇન્સ્પેકશન માટે સરકાર માન્ય એજન્સી રોકવામાં આવી છે. આ એજન્સી પાસે વર્ષો જુના ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, પોપટપરાના નાના સંતોષીનગર સહિતના પાંચ વોંકળા પર નવો સ્લેબ કલ્વર્ટ (પુલ) બનાવવા માટેનો ડીટેલ પ્રોજેકટ રીપોર્ટ બનાવવાની દરખાસ્ત મંજૂર કરવા સ્ટે.કમીટીની મીટીંગમાં કમિશ્ર્નરે ભલામણ મોકલી છે. તો ડે.મેયરના જ વોર્ડ નં.3ના રેલનગરમાં નવો કોમ્યુનિટી હોલ બનાવવા, નવું આરોગ્ય કેન્દ્ર અને ટીબી સેન્ટર બનાવવા તથા ડીઆઇ પાઇપલાઇનના કરોડોના કામ બનાવવા પણ દરખાસ્તો આવી છે.
આવતીકાલે બપોરે 1 વાગ્યે અટલ સરોવર ખાતે સ્ટે.કમીટીની મીટીંગ ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળશે. સેન્ટ્રલ ઝોનમાં આવેલા વોર્ડ નં.3, 14 અને 17માં જુના કલ્વર્ટ (વોંકળા)ના સ્થાને નવા સ્લેબ કલ્વર્ટ (સ્ટેજ 4)ના ડીપીઆર તૈયાર કરવાના છે. માર્ગ-મકાન વિભાગે મંજૂર કરેલા દર મુજબ કસાડ ક્ધસ. અમદાવાદ પાસે આ કામ કરાવવાનું છે. વોર્ડ નં.3માં ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, વોર્ડ નં.3માં પોપટપરા મેઇન રોડ પર નાના સંતોષીનગર, જેલ સામે, વોર્ડ નં.3માં વાલ્મિકી આવાસ યોજના પાસે, વોર્ડ નં.14માં લક્ષ્મીવાડી મેઇન રોડ, વોર્ડ નં.17માં કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે આ નવા પુલ બનાવવા અનિવાર્ય હોય, રીપોર્ટ તૈયાર કરાવવાનું કામ સોંપવામાં આવશે.
કોમ્યુનિટી હોલ-આરોગ્ય કેન્દ્ર
વોર્ડ નં.3ના રેલનગર વિસ્તારમાં ટીપી-19, એફપી-8ના પ્લોટ ઉપર પોપટપરા કોમ્યુનિટી હોલ બનાવવા 8.69 કરોડનો ખર્ચ કરવા સ્ટે.કમીટીમાં દરખાસ્ત આવી છે. આશરે ત્રણ હજાર ચો.મી.માં જી+2નું બાંધકામ કરવામાં આવશે. જેના ટેન્ડર પર 0.89 ટકા વધુ ભાવ આવતા 8.69 કરોડના ખર્ચે કામ આપવામાં આવશે.
આ ઉપરાંત વોર્ડ નં.3ના જ રેલનગરમાં આરોગ્ય કેન્દ્ર અને ટીબી સેન્ટરનું બાંધકામ કરવા 3.ર3 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવતા ઓછા ભાવના કારણે ગાયત્રી એન્ટરપ્રાઇઝને 3.14 કરોડમાં આ કામ આપવા દરખાસ્ત આવી છે. ત્રણ એજન્સીએ આ ભાવ આપ્યા હતા. 94પ ચો.મી.માં આ કામ થશે અને વોર્ડ નં.3માં ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજાના રેલનગર વિસ્તારમાં આ સુવિધાનો લાભ લોકોને મળતો થશેે. આ સિવાય વોર્ડ નં.3માં ડ્રેનેજ પાઇપલાઇનના કામોની દરખાસ્ત પણ આવી છે. ઘંટેશ્ર્વરથી ડીઆઇ પાઇપલાઇનના કામો પણ કમિશ્ર્નરે મોકલ્યા છે.
વોર્ડ નં.4માં ટીપી રોડ
વોર્ડ નં.4માં ટીપી સ્કીમ નં.14, 17, 18 અને 31માં આવેલા મોરબી રોડ, ગ્રીન લેન્ડ રોડ સહિતના ભાગોમાં જુદા જુદા ટીપી રોડ ડેવલપ કરવાના થાય છે. 8.36 કરોડના ખર્ચે 33690 ચો.મી.ના કુલ રોડ બનાવવાના થાય છે. લગભગ 33 કિ.મી.ના આ નવા રોડ માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા મારૂતિનંદન ક્ધસ.એ 13.પ ટકા વધુ ભાવથી કામ કરવા ઓફર આપી છે. અગાઉના પ્રયત્નોમાં ખુબ ઉંચા ભાવ આવતા હતા. આથી આ એજન્સીને 9.48 કરોડમાં ઓન સહિત સ્ટાર રેટ સાથે કામ આપવા દરખાસ્ત મોકલવામાં આવી છે.
નવી પેન્શન યોજના
મનપામાં 2005 બાદ નિયત પગારમાં આવેલા કર્મચારીઓને રાજય સરકારના ધોરણે એનપીએસ (નવી પેન્શન સ્કીમ)ના લાભો, ઠરાવો, હુકમો લાગુ કરવાની દરખાસ્ત કમિશ્ર્નરે સ્થાયી સમિતિને મોકલી છે. આવતીકાલની મીટીંગના એજન્ડા કુલ પ7 દરખાસ્ત હોય તેના પર નિર્ણય કરવામાં આવશે.

મોટા મવાનો જુનો પુલ પણ 82 લાખના ખર્ચે વધુ મજબુત કરાશે
કાલાવડ રોડ પર વોર્ડ નં.11ને લાગુ મોટા મવા સ્મશાન પાસેના બ્રીજની બંને તરફ નવા પુલના નિર્માણ કામ પુરા થયા બાદ હયાત બ્રીજને સ્ટ્રેન્ધનીંગ કરવાની દરખાસ્ત પણ સ્થાયી સમિતિને મોકલવામાં આવી છે. મોટા મવા સ્મશાન પાસેનો પુલ દાયકાઓ જુનો છે. ટ્રાફિક માટે નાનો પણ પડતો હોય, પુલની બંને તરફ પહોળાઇ વધારવામાં આવી છે અને ટ્રાફિક પણ સરળ બન્યો છે. હવે હયાત બ્રીજનો કાલાવડ રોડથી સ્મશાન તરફ જતા બ્રીજનો ભાગ સરકારના સર્વેમાં નબળો પડયાનો લાગતા તેમના મજબુતીકરણ માટે 57.88 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. તેના પર ર1.11 ટકા ઓન આવતા 8ર.71 લાખના ખર્ચે આ કામ ઇનોવેટીવ એન્ટરપ્રાઇઝને આપવા દરખાસ્ત મૂકવામાં આવી છે. આ બ્રીજ મજબુત થયે સમગ્ર પુલ મજબુત બનશે.

રિલેટેડ ન્યૂઝ