રાજકોટ લોકમેળાનાં સ્ટોલની હરરાજી માની ગયા રાઇડ્સ સંચાલકો: તંત્રને 1.ર7 લાખ આવ્યા: આઇસ્ક્રીમ સ્ટોલની હરરાજી બાકી

રાજકોટ લોકમેળા અમલીકરણ સમીતિ અને કલેકટર તંત્ર દ્વારા આગામી તા.24 ઓગષ્ટથી પાંચ દિવસ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજીત કરાયેલા જન્માષ્ટમીના લોકમેળાના સ્ટોલ અને પ્લોટ માટે આજે બપોરના ચાર કલાકે જુની કલેકટર કચેરી ગ્રાઉન્ડમાં આવેલ પ્રાંત-1 કચેરી ખાતે આખરી હરરાજી યોજવામાં આવેલ. જેમાં ભાગ લેવા માટે રાઈડ્સ સંચાલકો ઉમટી પડયા હતા અને 31 રાઇડસની હરરાજીમાં 1.ર7 લાખની આવક થઇ હતી. આઇસ્ક્રીમનાં સ્ટોલની હરરાજી બાકી છે. જે હવે પછી થશે. અહીં એ ઉલ્લેખનીય છે કે લોકમેળાના રાઈડસ સંચાલકો અને વેપારીઓએ અગાઉ સતત ત્રણ વખત હરરાજીનો બહિષ્કાર કરી ફાઉન્ડેશન, એનડીટી-સોલ રીપોર્ટના નિયમોમાં બાંધછોડ કરવાની સતત માંગણી દોહરાવી હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા નિયમોમાં કોઈ બાંધછોડ નહી કરાતા અંતે રાઈડસ સંચાલકોએ આ મામલે ઢીલા પડી હરરાજીમાં ભાગ લેવાની એકાએક તૈયારી દર્શાવી દીધી હતી. તેની સાથોસાથ રાઈડસ સંચાલકોએ તેઓ એસઓપીના નિયમોની પુરતી કરી શકે તે માટે તેઓને જરૂરી માર્ગદર્શન, ગાઈડન્સ આપવા માટે ઈજનેર હાયર કરવામાં આવે તેવી માંગણી કરી હતી. અહી એ પણ ઉલ્લેખનીય છે કે લોકમેળાના આઈસ્ક્રીમના વેપારીઓએ પણ અત્યાર સુધી આ હરરાજીનો રાઈડસ સંચાલકોની સાથે જ બહિષ્કાર કર્યો હતોરાઈડસના 36 પ્લોટ સામે 90 જેટલા અરજદારોએ ફોર્મ સબમીટ કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ