રાજકોટના કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણી અને તેના પુત્ર વિરૂધ્ધ ઓર્ગેનાઓઝડ ક્રાઇમની કલમનો ઉમેરો

સૌરાષ્ટ્રમાં બુટલેગર વિરુદ્ધ ઓર્ગેનાઓઝડ ક્રાઇમનો પહેલો કેસ નોંધાતા ચકચાર

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે વર્ષોતી પ્રયત્નશીલ પોલીસ અને સરકારને લેશ માત્ર સફળતા મળી નથી. જોકે નવા કાયદાની જોગવાઇઓ મુજબ દારુની હેરાફેરી પર મહદઅંશે અંકુશ આવી શકે એવી આશા જાગી છે. રાજકોટ પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ દિવસ પહેલાં રાજકોટ-અમદાવાદ હાઇવે પરથી બાતમી આધારે ટ્રક અટકાવી દારૂ – બિયરના જથ્થા સાથે બે શખ્સને પકડ્યા હતા. આ દારૂ નામચીન બુટલેગર યાકુબ મોટાણી અને તેના પુત્રનો હોવાની કબૂલાતના આધારે નવા કાયદા મુજબ યાકુબ અને તેના પુત્ર વિરુદ્ધ ઓર્ગેનાઈઝડ ક્રાઇમની કલમનો ઉમેરો કરાયો છે.સૌરાષ્ટ્રમાં બુટલેગર વિરુદ્ધ ઓર્ગેનાઓઝડ ક્રાઇમનો પહેલો કેસ છે.વિગત એવી છે કે ક્રાઇમ બ્રાન્ચના ઉઈઙ પાર્થરાજસિંહ ગોહિલ, ઙઈં એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ઙજઈં એ. એન. પરમાર અને સ્ટાફે 5 દિવસ પહેલા અમદાવાદ હાઇવે પર ટ્રકને અટકાવ્યો હતોમ તલાશી લેતાટ્રકમાંથી પ્લાસ્ટિકના કેરબામાં કેમિકલના નામે સિફત પૂર્વક પેક કરેલો ₹ 3.58 લાખની કિંમતનો કિંમતનો દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક,દારૂ સહિત 10.57 લાખના મુદ્દામાલ સાથે રાજકોટના લાલચંદ ગગનદાસ અડવાણી અને શોયબ અહેમદ મોટાણીની ધરપકડ કરી હતી.દારૂનો આ જથ્થો રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણીએ સેલવાસ (દાદરાનગર હવેલી) થી દ રાજકોટ રવાના કર્યાની બન્ને આરોપીએ કબૂલાત આપી હતી.યાકુબ મુસા મોટાણી બે દસકાથી દારૂની હેરાફેરીમાં ગળાડૂબ છે અને તેની વિરૂધ્ધ 50 થી વધુ ગુના નોંધાયેલા છે. નવા કાયદા મુજબ આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરી કરતા અપરાધીઓ વિરૂધ્ધ નવા કાયદા મુજબ ભારતીય ન્યાય સંહિતાની કલમ 111 હેઠળ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની આકરી કલમ મુજબ કાર્યવાહી થઇ શકે છે.રાજકોટના બુટલેગર યાકુબ મોટાણી વિરૂધ્ધ 50 થી વધુ ગુના છે અને નવા કાયદાની જોગવાઇ હેઠળ તેની સામે ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ મુજબ કાર્યવાહી થઇ શકે તેમ હોવાથી તપાસ અધિકારી એ. એન. ઙફળિફિ દ્વારા આ મામલે ઉચ્ચ અધિકારીઓ તથા કાયદા નિષ્ણાંતનું માર્ગદર્શન લઇ યાકુબ મોટાણી વિરૂધ્ધ નવા કાયદા હેઠળ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની કલામનો ઉમેરો કરવા કાર્યવાહી કરી છે.નોંધનીય છે કે આ કાયદામાં આજીવન કેદની સજા, 10 લાખના દંડ સુધીની જોગવાઇ છે.

રિલેટેડ ન્યૂઝ