લોધીકા પંથકની સગીરા ઉપર દુષ્કર્મ કરી ગર્ભવતી કરનાર શખ્સને 20 વર્ષ કેદની સજા ફરમાવતી ગોંડલની સેશન્સ અદાલત

લોધીકા તાલુકામાં મેટોડા જી.આઈ.ડી.સીમાં રહેતા ફરીયાદીની ભોગબનનાર દિકરીને આ કામનો આરોપી ડીકેસકુમાર હોરીન જે તે સમયે મેટોડા જી.આઈ.ડી.સીમાં રહેતો હતો. સગીરાના ઘરે બનાવના દીવસે રાત્રે સગીરાની માતા તથા કુટુંબી જનો બહારગામ ગયેલ હોય અને આરોપી ડીકેસકુમારે સગીરા ભોગબનનારનો એકલતાનો લાભ લઈ બળજબરી પુર્વક શરીર સંબંધ બાંધેલ અને બનાવની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ. ત્યારબાદ સગીરીએ કોઈને જાણ કરેલ નહી અને સગીરાનું પેટ મોટું થતા સગીરાની માતા ભોગબનનાર દીકરીને દવાખાને લઈ ગયેલ અને ડોક્ટર સાહેબ સગીરા ભોગબનનાર ગર્ભવતી હોવાનું જણાવેલ હતું.
જેથી સગીરાની માતાએ આરોપી ડીકેસ શિવકુમાર હોરીન સામે લોધીકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ. આ ફરીયાદ અનુસંધાને તપાસ કરનાર પોલીસ અધિકારી એન.જી.ગોસાઈ એ આરોપી ડીકેસકુમાર હોરીનની ધરપકડ કરેલ અને ધરપકડ કર્યા બાદ પોકસો અદાલતમાં ચાર્જશીટ થયેલ અને સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા દ્રારા દસ્તાવેજી પુરાવા લિસ્ટ રજુ થયેલ અને નામ. કોર્ટમાં ભોગબનનાર સગીરાની જુબાની તથા દસ્તાવેજી પુરાવા તેમજ માતા પિતાની જુબાની તથા સરકારી વકીલશ્રી ધનશ્યામ ડોબરીયાની દલીલો ધ્યાને રાખી ગોંડલના સેશન્સ જજશ્રી એમ.એ.ભટ્ટી સાહેબે 20 વર્ષ કેદની સજા ફરમાવેલ છે.
આ કામમાં સરકાર તરફે સરાકારી વકીલ ઘનશ્યામ કે.ડોબરીયા રોકાયેલ હતા.

રિલેટેડ ન્યૂઝ