રૂડા આવાસમાં ઘર લેવું છે? તો આજે અંતિમ દિવસ

હજુ મકાન કરતા અડધીજ અરજીઓ આવી છે

સરકારી આવાસોમાં લોકોને રસ નથી કે શું?
પ્રધાનમંત્રી આવાસ યોજનાના 3978 આવાસોની સામે ફોર્મ બહાર પાડી ફોર્મ ભરવાની મુદ્દતમાં રૂડા દ્વારા વધારો કરવામાં આવ્યો છતાં સરકારી આવાસ યોજનામાં લોકોને હવે રસ ન હોય તેમ મુદ્દત પૂર્ણ થવામાં છેલ્લો એક દિવસ બાકી છે છતાં 1900થી વધુ ફોર્મ ભરાઈને આવ્યા છે જે આવાસોની સામે અડધા હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવાની ફરજ પડશે તેવું લાગી રહ્યું છે.

રાજકોટ તા.29
રૂડા દ્વારા શહેરના અલગ અલગ સ્થળ ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3978 આવાસનું કામ શરુ કરવામાં આવ્યું છે જે અંતર્ગત શહેરમાં રહેતા ઘર વિહોણા પરિવારોને આવાસ માટે ફોર્મ ભરવાની મુદ્તમાં તા.30 જૂન સુધી વધારો કરવામાં આવતા છતાં આજ સુધી આવાસની સામે અડધા જ ફોર્મ ભરાતા તંત્ર દ્વારા આવતીકાલ સુધીમાં અરજદારોને ફોર્મ ભરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
રૂડા કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ઙખઅઢ) અંતર્ગત બહાર પાડવામાં આવેલ ઊઠજ 1, ઊઠજ 2, કઈંૠ તથા ખઈંૠ કેટેગરીના કુલ 3978 આવાસ ફાળવવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/06/2020 છે. ફોર્મ ભરવાના છેલ્લો દિવસ બાકી છે. કચેરીના સુત્રો તરફથી મળેલ માહિતી અનુસાર હવે તારીખ વધારવા અંગે કોઈ વિચારણા નથી તો જો જો રહી ન જતા જરૂરી દસ્તાવેજ સાથે તાત્કાલિક અરીજી કરો.
લોકોની સરળતા માટે ઉભી કરાયેલ ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સુવિધા મારફત અરજદાર બેંક પર ધક્કો ખાધા વગર ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે રૂડા કચેરીની વેબ સાઈટ ૂૂૂ.ફિષસજ્ઞિીંમફ.ભજ્ઞળ અથવા ૂૂૂ.ફિષસજ્ઞિીંમફ.ભજ્ઞ.શક્ષ સુવિધનો ઉપયોગ કરવો.
રૂડા કચેરીના ચેરમેન શ્રી એ અપીલ કરેલ છે કે હાલ આવેલ ફોર્મની સંખ્યાને ધ્યાને લઇ જરૂરી તમામ દસ્તાવેજ સાથે જમા કરાવેલ પાત્રતા ધરાવતા તમામ અરજીને ડ્રો દ્વારા આવાસ મળવાની શક્યતાઓ ખુબ વધી જાય છે. તો ખરેખર જરૂરિયાત ધરાવતા તમામ લોકો આ સુવિધાનો લાભ લે અને ઘર ના ઘરના સ્વપ્નને સાકાર કરે. ફોર્મ ભરવા માટે કોઈ પણ અરજદારને કોઈ પણ મુશ્કેલી જણાતી હોઈ તો માર્ગદર્શન માટે રૂડા કચેરીનો ફોન નં 9909992612 અથવા 02812440810 પર સંપર્ક કરી શકે છે. જો જો રહી ન જતા ફોર્મ ભરવાની આખરી તારીખ 30/06/2020 છે તો વધુમાં વધુ જરૂરિયાત વાળા લોકો તાત્કાલિક ફોર્મ ભરી આ સુવિધાનો લાભ લે.

રિલેટેડ ન્યૂઝ