રાજકોટ મહાપાલિકાના અધિકારી ઉપર ટોળાનો હુમલો: બેભાન

બજરંગવાડીમાં સ્પીડ બ્રેકર તોડવા જતા ટોળુ વિફર્યું

જવાબદારો સામે ફરિયાદ નોંધાશે : કમિશનર
શહેરના વોર્ડ નં.2માં બજરંગવાડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનેલા સીમેન્ટના સ્પીડ બ્રેકર દૂર કરી મંજુર થયેલા સ્પીડ બ્રેકર બનાવવાના કામ દરમ્યાન વર્ક આસીસ્ટન્ટ તરીકે મનપામાં ફરજ બજાવતા ચેતન પિત્રોડાને લોકોએ ઢોર માર મારતા તેમને બેભાન હાલતમાં હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતા મ્યુનિપલે બનાવમાં સંડોવાયેલ તમામ લોકો સામે એફઆઈઆર નોંધાવવાનો આદેશ કર્યો છે.

રાજકોટ તા,29
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા લોકોના પાયાની જરૂરીયાતો મુજબના કામો ન થતાહોવાથી જનતા દ્વારા જાતે કામ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત બજરંગવાડી શેરી નં. 9માં વાહનોની સ્પીડ ઘટાડવા લોકોએ સીમેન્ટના સ્પીડબ્રેકર બનાવી નાંખ્યા બાદ મનપાના અધિકારી દ્વારા આજે આ સ્પીડબ્રેકર હટાવી તેના સ્થાને ડામરના મંજુર થયેલા સ્પીડ બ્રેકર બનાવવાની કામગીરી શરૂ કરાતા લોકોએ પીતો ગુમાવતા કામગીરી અટકાવી મનપાના વર્ક આસીસ્ટન્ટ ચેતન પિત્રોડાને ઢોર માર મારતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની વિગત મુજબ શહેરના વોર્ડ નં. 2 માં આવેલ બજરંગવાડી શેરી નં. 9 ખાતે ગેરકાયદેસર રીતે બનેલા સિમેન્ટ ના સ્પીડ બ્રેકર દુર કરી ડામરના મંજુર થયેલા સ્પીડ બ્રેકર બનાવવાના કામ અનુંસનાધાને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 ના વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવાવતા ચેતન એ. ચિત્રોડા સાથે સ્થાનિક લોકોએ ઘર્ષણ કરી તેમના પર હુમલો કરતા ચિત્રોડા બેભાન જેવી હાલતમાં પડી ગયા હતા. તેમને રૈયા રોડ પરની એક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ ઘટનાની જાણ થતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, એડી. સિટી ઇન્જી. એમ. આર. કામલીયા, મનપાના ડીવાય.એસ.પી. આર.બી.ઝાલા, આરોગ્ય અધિકારી રીન્કલ વીરડીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ, વોર્ડના ડે. એન્જી. મહેશ જોષી, તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ પહોંચી ગયા હતા. આ ઘટનાની પ્રાથમિક જાણકારીના આધારે ગાંધીગ્રામ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં એફ.આઈ.આર. નોંધાવવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ