આજથી એસ.ટી.ની એકસપ્રેસ અને સ્લીપર બસો પાટે ચડશે

(પ્રતિનિધિ દ્વારા) રાજકોટ તા.30
લોકડાઉન અગાઉ જે રીતે તમામ એસ.ટી. બસનું પરિવહન કરવામાં આવતુ હતુ તે જ રીતે આવતીકાલથી એસટીની સેવાઓ સંપૂર્ણ કાર્યરત 100 ટકા કરવામાં આવશે. રાજકોટ એસ.ટી. ડિવિઝનના આવતીકાલથી એકસપ્રેસ અને સ્લીપર કોચ સહિત નવા 157 રૂટ શરતોને આધિન શરૂ કરવામાં આવશે. રાત્રી રૂટ પણ તમામ શરૂ થઈ જશે.
રાજકોટ એસ.ટી. ડેપો મેનેજર વરમોરાએ જણાવ્યું છે કે આવતીકાલથી નવા બસપોર્ટ પરથી 36 એકસપ્રેસ અને 38 લોકલ બસનું સંચાલન
24 કલાક કરવામાં આવશે. અમદાવાદ માટે સવારે 4 વાગ્યાથી બસ મળશે. આઠ ઈન્ટરસીટી ઉપરાંતની લોકલ બસ પણ મળી રહેશે. રાત્રે 9.30 વાગ્યે સુરત અને 10-30 વાગ્યે નવસારી માટેની બસ મળશે. જો કે અન્ય રાજયની બસ હજુ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. વધુમાં વરમોરાએ જણાવ્યું હતું કે કાલથી શરૂ થતી તમામ રૂટ પરની એકસપ્રેસ અને સ્લિપર કોચ માટે કેટલી શરતો રાખવામાં આવી છે જેનું પાલન તમામ મુસાફરોએ કરવાનું રહેશે. જેમાં સ્લીપર કોચમાં ડબલના સોફામાં એક જ વ્યકિત બેસી શકશે. એકસપ્રેસ બસમાં 60 ટકા મુસાફરોની બેસવાની વ્યવસ્થા કરાઈ છે. સાંજે છ વાગ્યા પછી ઉપડતી લાંબા રૂટની બસ શરૂ કરી દેવામાં આવશે. એસ.ટી.ની વોલ્વો સેવા હજુ બંધ રહેશે. આંતરરાજય એસ.ટી. બસ સેવા પણ હજુ બંધ રહેશે. માત્ર રાજયમાં દોડશે તેમજ નવા બસપોર્ટ અને શાસ્ત્રીમેદાન બંને સ્થળ ખાતે એડવાન્સ બુકિંગની સેવા કાર્યરત કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ