રાજકોટમાં કોરોનાની મહામારીમાં ટોળા એકઠા કરતી 14 ચા-પાનની દુકાનો બંધ કરાવાઇ

(દુકાનોમાં લોકોના ટોળા એકઠા થતાં મહાનગરપાલિકા આક્રમક : માલસામાન જપ્ત

પ્રતિનિધી દ્વારા)રાજકોટ તા. 9
રાજકોટ કોરોના બેકાબુ બન્યો હોય તેમ દિનપ્રતિદિન પોઝીટીવ અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અનલોક – 2ના ીનયમોનો ઉલાળીયો કરી ટોળા એકઠા કરતી 14 જેટલી ચા – પાનની દુકાનો અને કેબીનો ઉપર મનપાની ટીમે દરોડો પાડી સીલ કરી દીધી છે. નિયમોભંગ કરનાર વેપારીઓના થડા અને માલસમાન જપ્ત કર્યા છે.
રાજકોટમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો હોય તેમ લોકલ ટ્રાન્સમીશનના કારણે કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યોછે. ધંધાર્થીઓ પોતાનો ધંધો કરી કમાણી કરી શકે તે માટે અનલોક – 2માં નિયમોનુસાર ધંધાર્થીઓને વેપાર ઉદ્યોગ કરવા છૂટછાટ આપવામાં આવી છે. તેમ છતાં વેપારીઓ અનલોક – 2ના નિયમોનો ઉલાળીયો કરતા હોવાનું મનપા તંત્રની સામે આવતા રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એ.કે. સિંઘ સહિતના સ્ટાફે
ચા અને પાનની દુકાનોએ માણસોના ટોળા ભેગા ન થાય તે માટે માત્ર પાર્સલ લઈને જતા રહેવાનું જાહેરનામું બહાર પાડેલ છે. તેમ છતાં જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી છે.
(1) શક્તિ ટી શોપ (સંત કબીર રોડની પાસે), ગાત્રાડ પાન ટી સ્ટોલ (માર્કેટિંગ યાર્ડ મેઈન રોડ) ખેતલા આપા ટી સ્ટોલ (અમુલ સર્કલ, 80’ ફૂટ રોડ), રાધે હોટેલ (અટિકા ફાટક પાસે), મોમાઈ હોટેલ (રૈયા ચોકડી), કિસ્મત હોટેલ (હનુમાન મઢી, રૈયા રોડ), ખોડિયાર હોટેલ (ફૂલછાબ ચોક) અને શક્તિ હોટેલ (ડિલક્ષ ચોક, કુવાડવા રોડ) દુકાનો સીલ કરવામાં આવી હતી અને એક કાઉન્ટર ડિટેઇન કરવામાં આવ્યું છે. ચા – પાનની દુકાનો સીલ થતાં વેપારી આલમમાં ફફડાટ મચી ગયો છે.

રિલેટેડ ન્યૂઝ