કોટડાસાંગાણી પંચાયતમાં ઉ5સરપંચ બીનહરીફ

(પ્રતિનિધિ દ્વારા) કોટડાસાંગાણી તા.10
કોટડાસાંગાણી ગ્રામ પંચાયતના ઉપ સરપંચ પદની ચુંટણી યોજાઈ હતી.બીન હરીફ ધવલ ચંદુભાઈ વઘાસીયાની નીમણુક થઈ છે.જેથી કોટડાસાંગાણી ગ્રામ પંચાયતમા ફરી ભાજપનુ શાસન આવ્યુ છે.
બેતાલીશ ગામનો તાલુકો ધરાવતા કોટડાસાંગાણી ગ્રામ પંચાયતમા ભુકંપ પર ભુકંપ જોવા મળ્યા હતા.અને ગ્રામ પંચાયતની અંદર લાંબા સમય સુધી વીવાદ પણ ઉભા થયા હતા. જે બાદ ઉપ સરપંચ સસ્પેન્ડ થયા બાદ ઉપ સરપંચ પદની ચુંટણી યોજાઈ હતી.જેમા બીન હરીફ તરીકે સર્વાનુ મતે યુવા ચહેરો ધવલ ચંદુભાઈ વઘાસીયાની નીમણુક થઈ છે. આમ તો ધવલના લોહીમાજ રાજકારણ ભળી ગયેલુ છે.તેમના પીતા ચંદુભાઈ વઘાસીયા ગોંડલ ધારાસભ્યની બેઠક પર એનસીપીમાંથી 2007મા વીજય થયેલા અને ત્યારબાદ તેઓ ભાજપમા ભળ્યા હતા. ગોંડલ યાર્ડમા ચેરમેન પદે પણ રહી ચુક્યા છે.

રિલેટેડ ન્યૂઝ