આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસે રક્તદાન કેમ્પ

રાજકોટ તા,10
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. 11 જુલાઈએ રાજકોટમાં સરદાર પટેલ ભવન, પટેલવાડી બેડીપરા અને પટેલવાડી વાણીયાવાડીખાતે આયોજન ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ રાજકોટ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સતત 20મા વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ મહામારીની આ પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આગામી 11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસે રાજકોટમાં અલગ અલગ ત્રણ સ્થળે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થવા જાહેર જનતાને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તેસતત 20 વર્ષથી વિવિધ સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન કરીને જીવનમાં રક્તનું કેટલું મૂલ્ય છે એ સાર્થક કરી રહ્યું છે. શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળછેલ્લા 20 વર્ષથી સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટ દ્વારા અનેક બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી ચૂક્યા છે. વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કરે છે. હાલ આ મહામારીની પરિસ્થિતિમાં થેલેસેમિયા સહિતના રોગના દર્દીઓને રક્તની જરૂરિયાત ઉભી થઈ રહી છે ત્યારે નરેશભાઈ પટેલના 56મા જન્મદિવસ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે તા. 11 જુલાઈના રોજ સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી રાજકોટ શહેરના ત્રણ સ્થળે (1) સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, મવડી (2) પટેલ વાડી, દયાનંદનગર (વાણીયાવાડી) અને (3) પટેલ વાડી, બેડીપરા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. જેથી જાહેર જનતાને આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાવા અપીલ કરવામાં આવે છે અને ઉપરોક્ત ત્રણ સ્થળમાંથી આપને જે નજીક થતું હોય ત્યાં જ રક્તદાન કરવા માટે જવા અપીલ કરાઈ છે. નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે યોજાતા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડે છે ત્યારે આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન જરૂરી હોવાથી તમામ નિયમોનું પાલન થાય તે પ્રકારે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રક્તદાન કરવા આવનાર દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરીને જ આવવાની અપીલ કરવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ