14મીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી મનપાના 5 પ્રોજેકટનું ઈ-ખાતમુર્હુત અને ઈ-લોકાર્પણ કરશે

રાજકોટ તા.10
લાંબા સમય બાદ 14મીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઈ-લોકાર્પણ કાર્યક્રમ ગોઠવાયો છે. તેઓ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના કરોડોના ખર્ચે વિવિધ યોજનાઓના ખાતમુર્હુત અને લોકાર્પણના કાર્યક્રમ ગોઠવાયો છે. જેને જીલ્લા કલેકટર અને કોર્પોરેશન તંત્ર આખરી ઓપ આપી રહેલ છે.
આગામી મંગળવાર અને 14 જૂલાઈએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચ કાર્યક્રમ ગોઠવાયા છે. જે અનુસાર, દૂધસાગર રોડ, આજીનદી પુલ ઉપર હયાત બ્રિજમાં નવો હાઈ-લેવલ બ્રિજ બનાવાયો છે જેનું ઈ-લોકાર્પણ થશે. તેમજ હિંગરાજનગર આવાસ યોજનાનું ઈ-લોકાર્પણ અને સ્માર્ટ સિટી, પાન સિટી પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ બસ સ્ટોપ (દશ)નું ઈ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી કરશે.
તેમજ વોર્ડ નં.12 મવડી વિસ્તારમાં જેટકો ચોપડી પાસે સ્કાડા ટેકનોલોજીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોર્પોરેશન બનાવી રહી છે. જેનો ખર્ચ 42.રપ કરોડ છે. જેનું ઈ-ખાતમુર્હુત અને આજીડેમ પાસે અર્બન ફોરેસ્ટ વિકસાવવાની કામગીરીનું ઈ-ખાતમુર્હુત મુખ્યમંત્રી કરશે. આ કાર્યક્રમ માટે કોર્પોરેશનના મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદય કાનગડ, મ્યુનિ. કમિશ્ર્નર ઉદીત અગ્રવાલ અને તેમની ટીમ ઉપરાંત જીલ્લા કલેકટર તંત્ર પણ આયોજન ગોઠવી રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ