રાજકોટમાં ઇદની સાદગી પૂર્ણ ઉજવણી

મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર ઈદ ઉલ અઝદાની આજરોજ ભારે આસ્થાપૂર્ણ વાતાવરણમાં સાદગીપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. વર્તમાન કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડ-લાઈન મુજબ મસ્જીદોમાં સામુહિક નમાઝ અદા કરવાના બદલે ઘરોમાં ઈદની નમાઝ અદાકરી દેશને કોરોનામાંથી જલ્દી મુકત કરવાની દૂઆ માંગી હતી. દર વર્ષની માફક યોજાતા સમુહ નમાઝ અને ન્યાજ સહિતના કાર્ચક્રમો આ વર્ષે રદ કરાયા હતા અને કોરોના સંક્રમણ ફેલાય નહીં તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. મુસ્લીમ બીરાદરોએ ઈદ મુબારક પાઠવવામાં પણ ગળે મળવાનાં બદલે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યું હતું. એકંદરે કોરોનાના ડર વચ્ચે પણ ભારે ઉમંગ અને આસ્થાભેર ઈદની ઉજવણી કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ