કોટડા સાંગાણીના અરડોઇમાં રાજકોટના પિતા-પુત્રએ ખોલી હતી જુગારની કલબ

લાખોના મુદામાલ સાથે આઠ શખ્સો ઝડપાયા


કોટડાસાંગાણી,તા.10
કોટડાસાંગાણીના અરડોઈ ગામની સીમમા ચાલતી લાખો રૂપીયાની હારજીતના જુગારની ક્લબ પર પોલીસે રેડ કરી આઠ જુગારીઓને કિંમતી કાર સાથે લાખો રૂપીયાના મુદ્દમાલ સાથે જડપી લીધા છે.
તાલુકાના અરડોઈ ગામે શ્રાવણીયા જુગારીઓ બેફામ બની લાખો રૂપીયા જુગારમા લગાવીને હાર જીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે અરડોઈની સીમમા રેડ કરી હારજીતનો જુગાર રમતા અને રમાડતા બેટા એક નંબરી તો બાપ દશ નંબરીની માફક બાપ રાજકોટ કોઠારીયામા મુરલીધર પાર્કમા રહેતા રાજેશ રૂડા ભુત અને દિકરા યાજ્ઞીક રાજેશ ભુતની વાડિમા રેડ કરી બાપ દિકરો તેમજ અન્ય છ શખ્સો મળી પોલીસે આઠની ધરપકડ કરી છે જેમા ગજેન્દ્ર જેન્તી વીરડીયા, દિપક સુરેશ રૂપારેલીયા, જગદીશ ખોડા પરમાર, મોહન દેવજી સીધપરા, વાલજી નાગજી ખુંટ, વીજય દિનેશ સાગઠીયાનો પઢ સમાવેશ થાઈ છે. પીએસઆઇ આર ડિ ચૌહાણ તેમજ સ્ટાફના એચ યુ પરમાર વી વી જાડેજા આર બી સીંજાત એ એમ રાઠોડ આર જે જાડેજા એ પી સુરૂ સહીતનાઓએ રેડ કરી રોકડ રકમ 121300 તેમજ 8 મોબાઈલ 13500 જ્યારે ફોરચ્યુનર કાર નંબર ૠઉં3ઇંઅ 9951 1500000 તેમજ સ્વીવફ્ટ કાર નંબર ૠઉં3 ઋઉ 734 300000 મળી ટોટલ 1934800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ