રાજકોટમાં સ્ટોન કિલરનો હત્યારો નેપાળ બોર્ડર ઓળંગે તે પૂર્વે જ દબોચી લીધો

વારંવાર ઝઘડા કરી ત્રાસ ગુજારતો હોવાથી મોતને ઘાટ ઉતારી દિધો તો

રાજકોટ તા.15
શહેરના મણિનગરમાં સપ્તાહ પૂર્વે સ્ટોન કિલરની હત્યા કરવાના ગુનામાં અગાઉ પોલીસે બે આરોપીઓને દબોચી લીધા હતા જયારે નાશી છૂટેલો નેપાળી શખ્સ ઉત્તરપ્રદેશથી બોર્ડર ક્રોસ કરી નેપાળ ભાગવાની ફિરાકમાં હોવાની ચોક્કસ બાતમી આધારે માલવિયાનાગર પોલીસે દોડી જય હત્યારા નેપાળી શખ્સને દબોચી લીધો છે સ્ટોનકિલર હરેશ વારંવાર ઝઘડા કરી ત્રાસ ગુજારતો હોવાથી અન્ય બે સાગરીતો સાથે મળી હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી
શહેરના મવડીના મણીનગરમાં ગત તારીખ 7ના રોજ એક યુવકની અગાસી ઉપરથી હત્યા કરાયેલી લાશ મળી આવતા માલવીયાનગર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો મૃતક મહેશ ઉર્ફે હરેશ ઉર્ફે કાળું હોવાનું અને 2009માં મિત્ર બાદલની મદદથી બબ્બે શખ્સોને પથ્થરના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળતા સ્ટોનકિલરની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે મથામણ શરુ કરી હતી અને જે તે વખતે વિજય ઉર્ફે દુખે અને અજિત બાબરની ધરપકડ કરી હતી તેની કબૂલાતમાં મૂળ નેપાળના નારાયણપુરના બાલાપુર ગામનો ફરમાન એનુંલહક દરજી જાતે મુસ્લિમ હોવાનું જણાવતા આ નેપાલીને ઝડપી પાડવા વિવિધ દિશામાં ટિમો દોડાવાઈ હતી આ આરોપીને ત્વરિત પકડવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી માલવીયાનગર પીઆઇ કે એન ભૂંકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી કે ઝાલા અને ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે આરોપી ફરમાન ઉર્ફે નેપાળી મૂળ નેપાળનો બાલાપુર ગામનો હોય અને તેના લગ્ન સંગ્રામગંજ ખાતે થયા હોય અને ઉત્તર પ્રદેશથી નેપાળ બોર્ડર 50 કિલોમીટર જ દૂર થતી હોય ત્યાંથી ભાગી જવાની ફિરાકમાં હોવાનું જાણવા મળતા તાકીદે ખાનગી વાહન લઈને માલવીયાનગર પોલીસ સ્ટેશનના ભાવિનભાઈ ગઢવી, મહેશભાઈ ચાવડા અને રવિભાઈ નાથાણી દોડી ગયા હતા અને ફરમાન નેપાલીને દબોચી લીધો હતો તેની પૂછતાછમાં મહેશ ઉર્ફે હરેશ ઉર્ફે કાળું અવારનવાર ફરમાન સાથે ઝઘડા કરતો અને પોતાના કોઈ કુટુંબી અહીંયા નહિ હોવાથી મારકૂટ કરતો હતો તેના ત્રાસમાંથી છૂટવા વિજય અને અજિત સાથે મળી હત્યા કરી નેપાળ બોર્ડરે ભાગી ગયો હોવાની કબૂલાત આપી હતી આ કામગીરીમાં મશરીભાઇ ભેટારીયા, યુવરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ જાડેજા, હરપાલસિંહ, રોહિતભાઈ કછોટ સહિતનાઓ જોડાયા હતા.

રિલેટેડ ન્યૂઝ