રાજકોટમાં નામચીન બુટલેગરનો 29.42 લાખનો દારૂ ઝડપાયો : બેની ધરપકડ

7356 બોટલ દારૂ, બોલેરો, એકિટવા સહિત 33.72 લાખનો મુદ્દામાલ કબ્જે : સુત્રધારની શોધખોળ

રાજકોટ તા.21
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે આજી ડેમ પોલીસે નાઈટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે લોઠડાથી પડવલા તરફ જતા રોડ ઉપર ખરાબામાં બાતમી આધારે દરોડો પાડી કુખ્યાત બુટલેગર ફિરોઝ સંધીનો 29.42 લાખનો 7356 બોટલ ભરેલી બોલેરો, એક્ટિવા સાથે 2ને દબોચી લઇ 33,72,400 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે
શહેરમાં દારૂના ધંધાર્થીઓ ઉપર બાજનજર રાખવા ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે આજી ડેમ પીઆઇ વી જે ચાવડા ચોક્કસ બાતમી મળી હતી કે લોઠડા-પડવલા રોડ ઉપર સરકારી ખરાબામાં રાજકોટના નામીચા બુટલેગર ફિરોજ સંધીનો દારૂનો મોટો જુથથી કટિંગ થવાનો છે આ બાતમી આધારે પીએસઆઇ એમ ડી વાળા, મહેન્દ્રભાઈ પરમાર, પરેશભાઈ સાંગાણી, કુલદીપસિંહ જાડેજા, શૈલેષભાઇ ગઢવી, જયપાલભાઈ અને ઉમેદભાઈ ગઢવી સહિતના સ્ટાફે લોઠડા ગામથી પડવલા ગામ તરફ જતા રસ્તા ઉપર રચના ઇન્ડસ્ટ્રીઝ એરિયા પાસે આવેલ ખરાબામાં ચાલતા દારૂના કટિંગ ઉપર દરોડો પાડ્યો હતો પોલીસે દરોડો પાડતા જ નાશભાગ મચી જવા પામી હતી પોલીસે મૂળ રાજસ્થાનના નિપ્પલ ગામના અને હાલ ગોંડલની રાજહંસ સોસાયટીના હેમારામ નેનારામ રાઠોડ, મૂળ રાજસ્થાનના અને હાલ રાજકોટના રામ પાર્કમાં રહેતા આનંદસિંહ લક્ષ્મણસિંહ રાઠોડને દબોચી લઇ ત્યાં રહેલી બોલેરો પીકઅપ પડી હોય તે ચેક કરતા તેમાંથી દારૂની જુદા જુદા બ્રાન્ડની 7356 બોટલ મળી આવતા 29,42,400 રૂપિયાનો દારૂ, 4 લાખની બોલેરો અને 30 હજારના એક્ટિવા સહીત 33,72,400 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં આ દારૂ ફિરોજ હાસમભાઈ સંધિ અને ધવલ રસિકભાઈ સાવલીયાએ મંગાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે તે બંને વિરુદ્ધ પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે મોટા જથ્થાનું કટિંગ થાય તે પૂર્વે જ પોલીસ ત્રાટકી હતી અને બુટલેગરોના મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું હતું.

રિલેટેડ ન્યૂઝ