રાજકોટ પોલીસે કોરોનાથી મોતને ભેટેલા બે જવાનને અર્પી શ્રધ્ધાંજલી

રાજકોટ: ગુજરાત રાજ્ય કોરોના સામે લડાઈ લડી રહ્યું છે ત્યારે કોરોના વોરિયર્સ ગણાતા રાજ્ય પોલીસદળના પણ અનેક જવાનો કોરોનાને લીધે મૃત્યુ પામ્યા છે લોકોની સુરક્ષા માટે પોતાના જીવન જોખમે નોકરી કરી રહ્યા છે ત્યારે વડોદરા કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા એએસઆઇ અરવિંદભાઈ કાશીનાથ થોરાટ અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિનેશકુમાર રાવસ્વરૂમ કોલીને કોરોના પોઝિટિવ આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ બંને કોરોના વોરિયર્સનું ગત તારીખ 21ના રોજ તેઓનું દુ:ખદ નિધન થતા પોલીસ બેડામાં ઘેરો શોક વ્યાપી ગયો છે તેઓની આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેવી ભાવના સાથે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુર્શીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી, પીઆઇ, પીએસઆઇ સહિતના સ્ટાફે પોલીસ કમિશ્નર કચેરી ખાતે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલી અર્પી હતી.

રિલેટેડ ન્યૂઝ