રાજકોટમાં ક્રાઈમ કરવા નીકળેલી કુખ્યાત ત્રીપુટી 3 છરી સાથે ઝબ્બે

લુંટ, ચોરી, દારૂ સહિત 46 ગુનામાં પકડાઈ ચુકયા છે.

રાજકોટ તા.23
શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સઘન પેટ્રોલીંગ કરી રહી છે ત્યારે ત્રણ શખ્સો કોઈ ગુનો આચરવાના ઇરાદે ભાવનગર રોડ ઉપર ઉભા હોવાની બાતમી આધારે બી ડિવિઝન પોલીસે ત્રણેયને 3 છરી સાથે ઝડપી લીધા છે આ ત્રિપુટી અગાઉ દારૂ, ચોરી સહિતના 46 ગુનાઓમાં પકડાઈ ચુકી હોવાનું જાણવા મળ્યું છે
શહેરમાં સુલેહ શાંતિ ભંગ ન થાય તે માટે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ગુનેગારો ઉપર વોચ રાખી સમયાંતરે તેઓને ચેક કરવાની સૂચના અન્વયે બી ડિવિઝન પીઆઇ એમ બી ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ એફ ડામોર, એએસઆઇ વિરમભાઇ ધગલ, સલીમભાઇ માડમ, મનોજભાઈ મકવાણા, અજયભાઇ બસીયા, પરેશભાઈ સોંઢીયા, સિરાજભાઈ ચાનીયા, મનોજભાઈ ગઢવી, મિતેશભાઈ આડેસરા, સંજયભાઈ મિયાત્રા, જયદીપસિંહ બોરાણા, હેમેન્દ્રભાઈ વાધીયા અને ચાંપરાજભાઈ ખવડ સહિતના સ્ટાફે ભાવનગર રોડ ઉપર પીપડાવાળી હોટલ પાસેથી ત્રણ શકમંદોને સકંજામાં લઇ નામઠામ પૂછતાં આજી ડેમ ચોકડીએ ભીમરાવનગરમાં રહેતો હિતેશ ઉર્ફે બંટી સવજીભાઈ બાબરીયા, મનહરપરામાં રહેતો આકાશ ઉર્ફે મરચો હરિભાઈ બાબરીયા અને ચુનારાવાડનો સુરેશ રમેશભાઈ રાઠોડ હોવાનું જણાવતા તેઓની જડતી લેતા ત્રણેય પાસેથી એક એક છરી મળી આવતા ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી પોકેટ કોપ આધારે ગુનાહિત ઇતિહાસ ચેક કરતા હિતેશ વિરુદ્ધ ચોરી, દારૂના 10, આકાશ વિરુદ્ધ 27 અને સુરેશ વિરુદ્ધ 9 ગુનાઓ નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે

રિલેટેડ ન્યૂઝ