ઓરેન્જ હોસ્પિટલમાં ડાયાબિટીસનાં દર્દીનું મોત: તબીબની બેદરકારીનો સંબંધીઓનો આક્ષેપ

સગા-સંબંધીઓ સાથે ડોકટરનું ઉધ્ધતાઈ પૂર્વક વર્તન

દર્દીને કોરાના-નિમોનિયા હતો: ડો. સિણોજીયા
મૃતક અશોકભાઇના ભત્રિજા વિશાલભાઇના કહેવા મુજબ આજે આજે સવારે દવા અને ઇન્જેકશનનું પ્રિસ્ક્રિપ્શન આપવામા આવ્યુ. વિદ્યાનગર મેઇન રોડ પર ઓરેન્જની જ આવેલી ઓલમ્પસ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી દવા અને ઇન્જેકશન લઇ આવવાનુ કહ્યુ. દવા અને ઇન્જેકશન લેવા નીકળ્યાના થોડી જ મિનિટમાં ખબર પડી કે, મારા કાકાનું મૃત્યુ થઇ ગયુ છે.

રાજકોટ, તા.23
લોકડાઉનમાં જનતા પાયમાલ થયા પછી પણ આર્થિક રીતે મરણ પથારીએ ધકેલવા માટે એક વ્યસ્થિત કારસ્તાનરૂપે ખાનગી હોસ્પિટલોને કોવિડ-19ની માન્યતા આપવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યુ છે તેવા થોકબંધ પુરાવા સાથે આક્ષેપ ઉઠી રહ્યા છે. આવી વધુ એક કોવિડની માન્યતા મેળવી લીધેલી ઓરેન્જ હોસ્પિટલ વિવાદમાં આવી ગઇ છે. શહેરના સંતકબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા અશોકભાઇ આટકોટિયાને સોમવારે દાખલ કરવામા આવ્યા હતા. અશોકભાઇ ડાયાબીટીસના દર્દી હોવા છતા ગ્લુકોઝના બાટલા ચડાવ્યા રાખ્યા અને ચોક્કસ જગ્યાએથી જ દવા અને ઇન્જેકશન મગાવીને મસમોટા બીલ કર્યા રાખ્યા. આજે સવારે અશોકભાઇએ દમ તોડી દીધો હતો. સારવારમાં બેદરકારી દાખવવાના કારણે જ મોત થયુ હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ શહેરના રજપૂતપરામાં આવેલી ખાનગી ઓરેન્જ કોવિડ હોસ્પિટલમાં સંતકબીર રોડ પર આવેલી શક્તિ સોસાયટી શેરી નં.7માં રહેતા અશોકભાઇ આટકોટિયા સોમવારે દાખલ થયા હતા. બે દિવસ સુધી સારવારમાં શું ચાલ્યુ એ પરિવારજનોને પણ જાણ કરવામા ન આવી. દરમિયાન આજે સવારે અશોકભાઇએ દમ તોડી દીધો હતો.મૃતકના ભત્રિજા વિશાલભાઇ છગનભાઇ આટકોટિયાના કહેવા મુજબ મૃતક અશોકભાઇનો કેસ ડો.અંકુર સિણોજિયા હસ્તક હતા. ડો. સિસોદિયાને ગઇકાલે જયારે પુછવામા આવ્યુ કે, અશોકભાઇને કેમ છે? તો એવો જવાબ આપવામા આવ્યો કે, તબિયત સારી છે. રિકવરીમાં છે. જમવામાં શું આપવામા આવે છે? એવો સવાલ કરવામા આવ્યો ત્યારે એવો જવાબ આપવામા આવ્યો કે, ખોરાકમાં તો હળવો જ આપવામા આવે છે પણ ગ્લુકોઝના બાટલા ચડાવવામા આવે છે એટલે રીકવરી આવી જશે!
મૃતક અશોકભાઇને ડાયાબીટીસ હોય ગ્લુકોઝનું નામ આવતા જ પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે, ડાયાબીટીસ હોવા છતા ગ્લુકોઝ કેમ ચડાવો છો? ત્યારે ડો.અંકુર સિણોજિયાએ એવો જવાબ આપ્યો કે, ડોકટર તમે છો કે હું છુ? તમને મારા કરતા વધુ ખબર પડતી હોય તો ઘરે લઇને સારવાર કરો!!

રિલેટેડ ન્યૂઝ