રાજકોટમાં કોરોનાથી વધુ 12 દર્દીઓના મોત

શહેર-જિલ્લામાં વધુ 148 પોઝિટિવ કેસ નોંધાયા : શહેરમાં કુલ આંક 5656 ઉપર પહોંચ્યો

મનપાના વધુ બે અધિકારીઓ કોરોનાની ઝપેટમાં
રાજકોટ મહાનગરપાલિકાના વધુ બે ઓધિકારીઓ કોરોનાની ચપેટમાં આવી ગયા છે વધુ બે અધિકારીઓ સંક્રમિત થતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે ઇન્ચાર્જ સિટી ઈજનેર કોટક તથા મેડિકલ ઓફીસર વિકાસનો રિપોર્ટ પોઝિટીવ આવતા અત્યાર સુધીમાં કુલ સંક્રમિત અધિકારી-કર્મચારીઓની સંખ્યા વધીને 200 ઉપર પહોંચી ગઈ છે.

રાજકોટ તા.25
રાજકોટમાં કાતિલ કોરોનાની પકડ હવે ધીમે ધીમે ઢીલી પડી રહી છે કોરોનાથી વધતો જતો મૃત્યુદર હવે ધીમે ધીમે ઘટવા તરફ જઈ રહ્યો છે આજે કોરોનાથી ઘટાડા સાથે 12 દર્દીઓના મૃત્યુ થયા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે ઘટતો મૃત્યુદર રાજકોટ માટે રાહતરૂપ સમાચાર છે જયારે રાજકોટમાં બપોરે 43 અને સાંજે 68 સહીત વધુ 111 અને જિલ્લામાં નવા 37 પોઝિટિવ કેસ નોંધાય હોવાનું આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે શહેરમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 5656 સુધી પહોંચી ગઈ છે.
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાથી મોત થવાના કેસોમાં વધારો નોંધાયો હતો પરંતુ છેલ્લા પાંચેક દિવસથી કોરોનાના વળતા પાણી હોય તેવું લાગી રહ્યું છે આજે 24 કલાકમાં કોરોનાથી 12 દર્દીઓના મોત થયા હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં એક સમયે કોરોનાથી મૃત્યુદર વધીને 39 સુધી પહોંચી ગયો હતો જેથી આરોગ્ય તંત્ર પણ ઊંધા માથે થઇ ગયું હતું જો કે હવે મૃત્યુદરમાં ઘટાડો અને ડિસ્ચાર્જ દર્દીઓમાં વધારો નોંધાઈ રહ્યો છે તો બીજી તરફ પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો રાજકોટમાં બપોરના 12 વાગ્યા સુધીમાં વધુ 43 પોઝિટિવ કેસ નોંધાયા હતા જયારે સાંજે વધુ 68 પોઝિટિવ કેસ નોંધાયા છે 24 કલાકમાં શહેરમાં કુલ 111 પોઝિટિવ કેસ શહેરમાં નોંધાયા છે આ ઉપરાંત જિલ્લામાં વધુ 37 પોઝિટિવ કેસ નોંધાયા છે રાજકોટ શહેર જિલ્લામાં થઈને 148 પોઝિટિવ કેસ નોંધાયા છે શહેરમાં કુલ કેસનો આંકડો વધીને 5656 સુધી પહોંચી ગયો છે જયારે આજે વધુ 105 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે જયારે હાલ 980 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ