રાજકોટમાં દારૂના 59 જગ મંગાવનાર સ્કૂલવેનનો ચાલક ઝબ્બે

કોરોનાના કારણે સ્કૂલો બંધ થતાં ટ્રક ચાલક મિત્ર પાસેથી મંગાવ્યો હોવાની કબૂલાત

રાજકોટ તા.25
શહેરમાં અનલોક પછી પણ ધંધા શરુ નહિ થતા લોકો અવળા માર્ગે ચડી રહ્યા છે ત્યારે સ્કૂલવેનનો ધંધો બંધ થઇ જતા ગોવાથી ટ્રકચાલક મિત્ર મારફતે 2 લિટરના દારૂના 59 જગ મંગાવનાર નહેરુનગરનો શખ્સ મોરબીથી રાજકોટ દારૂનો જથ્થો લઈને આવતા જ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો અને 88,500નો દારૂ કબ્જે કર્યો હતો
શહેરમાં અનલોક પછી પણ હજુ ઘણા લોકો બેરોજગાર રખડી રહ્યા છે અને પેટિયું રડવા અવળા રવાડે ચડી રહ્યા છે ત્યારે દારૂના ધંધાર્થીઓ ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ડીસીબી પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ વી સાખરા અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મોહસીનખાન મલેક અને સંજયભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે ધીરેનભાઈ માલકીયા, મહેશભાઈ મંઢ, હિરેનભાઈ સોલંકી, દીપકભાઈ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા અને કીરતસિંહ ઝાલાને સાથે રાખીને ન્યુ નહેરુનગર શેરી નંબર 8માં દરોડો પાડી જયેશ દેવાયતભાઈ બરારીયા નામના શખ્સને આરસી બ્રાન્ડના 29 અને સિગ્નેચર બ્રાન્ડના 30 સહીત 2 લિટરના દારૂના 59 જગ જેની કિંમત 88,500 થતી હોય તેની સાથે ધરપકડ કરી મુદામાલ કબ્જે કર્યો હતો પ્રાથમિક પૂછતાછમાં તેનો મોરબી રહેતો મિત્ર ટ્રક ચલાવતો હોય અને પોતાને સ્કૂલવેનનો ધંધો બંધ થઇ ગયો હોવાથી મિત્રને કહી મોરબીથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો મોરબીથી રાજકોટ દારૂ લઈને આવતા જ પોલીસે દબોચી લીધો હતો
જયારે બી ડિવિઝન પોલીસે ભગવતીપરા પુલ પાસેથી રામનાથપરાના મુસ્તાક હુસેનભાઇ વીરમાંણી નામના શખ્સને દારૂની 3 બોટલ સાથે દબોચી લીધો હતો તેમજ આજી ડેમ પોલીસે રણુજા મંદિરની સામે લાપાસરી રોડ ઉપરથી વેલનાથ સોસાયટીના જયપાલ રાજેશભાઈ ડડાણીયા નામના શખ્સને દારૂની 5 બોટલ સાથે દબોચી લીધો હતો આ ઉપરાંત તાલુકા પોલીસે નાના મૌવા ભીમનગરના અનિલ હમીરભાઇ ચૌહાણને ભીમનગર સર્કલ પાસેથી દારૂની 2 બોટલ સાથે દબોચી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી

રિલેટેડ ન્યૂઝ