ગ્રીન સીટી પ્રોજેકટ અંતર્ગત કોર્પોરેશનનો નવો પ્રયાસ

રાજકોટમાં ઈલેકટ્રીક રિક્ષા દોડાવવા ઈકલી સાથે કરાર કરતુ કોર્પોરેશન

જાન્યુઆરીમાં દોડશે 25 ઈલેકટ્રીક સીટી બસ

પ્રતીનીધી દ્વારા
રાજકોટ તા,16
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા ગ્રીન રાજકોટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાંથી પ્રદુષણની માત્ર ઓછી કરવા અનેક પ્રોજેક્ટ હાથ ધર્યા છે. ઈલેકટ્રીક સીટી બસ ફાઈલન થયા બાદ ઈકલી સાઉથ એશીયા વચ્ચે સાયકલ સેરીંગ તથા ઈલેકટ્રીક રીક્ષા માટે એમઓયુ કર્યા છે. જેના કારણે આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં ઈલેકટ્રીક રીક્ષાઓ દોડવા લાગશે. તેમ સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઇ કાનગડે જણાવ્યું હતું.
કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેક્ટ ઓન લો કાર્બન એન્ડ ક્લાઈમેટ રેસિલિયન્ટ સીટી ડેવલોપમેન્ટ ઈન ઈન્ડીયા (કેપેસીટીસ) ફેઝ-2 પ્રોજેક્ટ અંતર્ગત રાજય સરકારના અર્બન ડેવલોપમેન્ટ ડીપાર્ટમેન્ટ, કલાઈમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ, રાજકોટ મહાનગરપાલીકા અને ઈકલી સાઉથ એશીયા વચ્ચે થનાર એમઓયુને આજે મંજુરી આપવામાં આવી છે. કંપની દ્વારા હાલમાં આજી વોટર ફ્લીટર પ્લાન્ટ ઉપર 145 કિલો વોટ પાવરપ્લાન્ટનું અમલીકરણ કરેલ છે. જેના કારણે વાર્ષિક કુલ 211700 યુનીટ વીજળી ઉત્પન્ન થાય છે. આથી વાર્ષિક કુલ 174 ટન ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થઇ રહ્યું છે. કંપની દ્વારા એફોર્ટેબલ હાઉસીંગ સ્ક્રીમ અંતર્ગત મનપા દ્વારા બનાવેલ ટાઉનશીપો ઉપર 45હજાર યુનિટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી રહીછે તેવી રીતે મનપાની ત્રણેય ઝોન કચેરી ઉપર તથા મહાત્મા ગાંધી મ્યુઝીયમ સહિતના સ્થળોએ પણ સોલાર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે બીઆરટીએસ કોરીડોરનું ઈલેકટ્રીફીકેશન અને લાસ્ટમાઈલ કેનક્ટીવીટી માટે ડીટેઈલ સ્ટડી સહિતના કામો શરુ કરવામાં આવ્યા છે. કંપની દ્વારા ઈલેક્ટ્રીક મોબોલીટીને વધારવા માટે વિવિધ સજેશન આપવામાં આવ્યા છે. જે પૈકી સાયકલ સેરીંગ તથા ઈલેકટ્રીક રીક્ષા જેવા ઈન્ટરવેનશનના અમલીકરણ માટે ફાઈનાન્સીયલ મોડેલ તૈયાર કરવા માટે ટેકનીકલ મદદ કરવાની ખાતરી આપી છે. જેના કારણે મનપા દ્વારા આગામી દિવસોમાં ઈલેકટ્રીક રીક્ષા પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે. કંપની દ્વારા લોકલ વોરટ રીસોર્સના ઓગ્મેન્ટેશન માટે ગ્રાઉન્ડ વોટર/એક્વીફર રીચાર્જ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ તથા વેસ્ટ વોટર રીયુઝ માટે વિવ્ધિ ઈન્ટરવેનશન વિગેરે પર સ્ટડી કરવામાં આવેલ છે તથા વિવ્ધિ લોકેશન જયારે ઈન વોટર રીચાર્જ પોટેન્શિયલ છે તે ટેક્નીકલ સ્ટડી દ્વારા સજેસ્ટ કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ