એલન રાજકોટના માનીત માત્રાવડીયાએ નીટમાં મેળવ્યા 720માંથી 710 ર્માકસ

નીટ-2020માં એલન કેરીયર ઈન્સ્ટીટ્યુટ રાજકોટની ઐતિહાસિક સફળતા

(પ્રતિનિધિ દ્વારા)
રાજકોટ તા,17
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાયેલી દેશની સૌથી મોટી તેમજ એકમાત્ર મેડીકલ પ્રવેશ પરીક્ષા નીટ-2020નું પરીણામ શુક્રવારે 16 ઓક્ટોબર 2020ના રોજ જાહેર થયેલ છે. પરીણામોમાં એકવાર ફરીથી એલન કેરીયર ઈન્સ્ટીટયુટે સફળતાના નવા શીખરો સ્થાપિત કર્યા છે. ગુજરાતમાં નીટના પરીણામોના ઈતિહાસમાં પ્રથમ વાર એલન રાજકોટના ક્લાસરૂમ વિદ્યાર્થી માનીત માત્રાવડીયાએ 720માંથી 710 માર્કસ મેળવી ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાનું કીર્તીમાન સ્થાપીત કર્યું છે.
એલન રાજકોટના સેન્ટર હેડ રજનીશ શ્રીવસ્તવ સાહેબે જણાવ્યું કે નીટમાં એલન રાજકોટના વિદ્યાર્થીઓએ ખુબજ શાનદાર પ્રદર્શન કર્યું છે. સંસ્થાના વિદ્યાર્થીઓ માનીત માત્રાવડીયાએ ઓલ ઈન્ડીયા 10માં રેન્ક તેમજ અનન્યા પંડિતે ઓલ ઈન્ડીયા 636 મો રેન્ક પ્રાપ્ત કરેલ છે. સંસ્થાના 6 વિદ્યાર્થીઓએ 600થી વધારે ર્માકસ પ્રાપ્ત કરેલ છે.
એલન રાજકોટના જ અન્ય વિદ્યાર્થી મંત્ર ત્રાંબડીયાએ આ પહેલા જેઈઈ (એડવાન્સ)માં 2020માં ઓલ ઈન્ડીયા 130મો રેન્ક પ્રાપ્ત કરેલ છે. જયારે યતીન્દ્ર ઈન્દોરીયાએ ઓલ ઈન્ડીયા 429મો રેન્ક પ્રાપ્ત કરેલ છે એજ રીતે એલન રાજકોટના ત્રણ વિદ્યાર્થીઓએ ટોપ 2020માં રેન્ક પ્રાપ્ત કરેલ છે. જેમાં દક્ષ કોચરે ઓલ ઈન્ડીયા 1903મો રેન્ક પ્રાપ્ત કરેલ છે જયારે ટોપ 5000માં એલન રાજકોટના કુલ 7 વિદ્યાર્થીઓએ પોતાનું સ્થાન બનાવ્યું છે.
એલન રાજકોટના કલાસરૂમ વિદ્યાર્થી માનીતે તો તેમની સફળતા માટે એક સુત્ર પણ બાંધી લીધુ હતુ કે- કાલ પર કઈ ન છોડવુ અને દરેક ડાઉટ આજે જ ક્લીઅર કરવા. ગુજરાતના રાજકોટ નિવાસી તેમજ એલન કેરીયર ઈન્સ્ટીટયુટના કલાસરૂમ વિદ્યાર્થી માનીત માત્રાવડીયાએ નીટમાં ઓલ ઈન્ડીયા 10મો રેન્ક પ્રાપ્ત કર્યો છે માનીતે કહ્યું કે હું છેલ્લા બે વર્ષથી એલનમાં ભણી રહ્યો છું. અહીંનું વાતાવરણ ખુબજ સારુ છુે શિક્ષકોનું માર્ગદર્શન મારા માટે ખુબજ મહત્વપૂર્ણ રહ્યું. મે નીટમાં સફળતા માટે વધુમાં વધુ પરીક્ષાઓ આપી અને તે દરેક પરીક્ષાનું વિશ્ર્લેષણ હું જાતે જ કરતો. જેટલા કલાકોની પરીક્ષા રહેતી તેનાથી વધારે કલાકો માટે તે પરીક્ષાના વિશ્ર્લેષણ માટે લાગતા હતા. મેં ધો.10ની પરીક્ષા 97.6 ટકા સાથે જયારે ધો.12ની પરીક્ષા 98.6 ટકા સાથે પાસ કરી હતી. તે ઉપરાંત હું ધો.12માં કેવીપીવાયની પરીક્ષામાં પણ ઓલ ઈન્ડીયા 21મો રેન્ક પ્રાપ્ત કરી ચૂકયો છું. માનીતે જણાવ્યું કે હું આયોજન બદ્ધ મહેનત કરતો હતો અને જયાં ન સમજાય ત્યાં તરત જ શિક્ષકોને પુછી લેતો. દરરોજનું હોમવર્ક પણ કરતો. કોઇપણ ટોપીકનો ડાઉટ સામે આવે ત્યારે આળસ કરીને તેને કાલ પર છોડતો ન હતો કારણ કે એકવાર આમ કરવાથી તમે અભ્યાસક્રમમાં પાછળ રહેતા જાવ છો. હું એઈમ્સ દિલ્હીમાં એમબીબીએસ કરવા માંગું છું. એમબીબીએસ પછી સ્પેશ્યાલીટી માટે મે હજી કાંઇ વિચાર્યું નથી. મારા પિતા ચિરાગ માત્રાવડીયા અને માતા આશા માત્રાવડીયા પણ ડોક્ટર છે.

રિલેટેડ ન્યૂઝ