રાજકોટમાં કોરોનાથી મૃત્યુદરમા ફરી ઉછાળો : વધુ 14 દર્દીઓના મોત

રાજકોટ જિલ્લામાં 24 કલાકમાં 108 પોઝિટિવ કેસ નોંધાયા

રાજકોટ તા.17
રાજકોટમાં હવે કોરોના અંતિમ પડાવ તરફ જતો હોય તેવું ફલીત થઇ રહ્યું છે રાજકોટની વિવિધ હોસ્પિટલોમાં કોરોનાથી થતા મૃત્યુદરમાં ઘટાડો નોંધાયા બાદ આજે ફરી ઉછાળો આવ્યો છે 24 કલાકમાં માત્ર 14 દર્દીઓના જ મોત થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો શહેર-જિલ્લામાં 24 કલાકમાં 108 કેસો જ નોંધાયા છે મૃત્યુઆંકમાં થતા વધારા સાથે પોઝિટિવ કેસોમાં ઘટાડો યથાવત રહેતા તંત્રએ પણ રાહતનો શ્વાશ લીધો છે
રાજકોટ શહેરમાં કોરોનાના ઉતાર ચડાવ વચ્ચે હવે હકીકતે કોરોનાએ પોતાની પક્કડ ઢીલી પાડી હોય તેવું લાગી રહ્યું છે એક સમયે 39 સુધી પહોંચી ગયેલો મૃત્યુઆંક સાવ ડાઉન થઈને હવે ફરીથી 5 સુધી પહોંચી ગયો હતો જે મૃત્યુદરમાં આજે ફરી ઉછાળો નોંધાયો છે રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં 24 કલાકમાં સારવાર લઇ રહેલા 14 દર્દીઓના મૃત્યુ થયા હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે મૃત્યુઆંકમાં નોંધાયેલા વધારાથી આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવી ગયું છે સાથોસાથ દરરોજ થતા સંક્રમીતોની સંખ્યામાં પણ ઘટાડો યથાવત રહેવા પામ્યો છે રાજકોટ શહેર-જીલ્લામાં 24 કલાકમાં 108 પોઝિટિવ કેસો નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ શહેરમાં બપોરે 27 અને સાંજે 44 સહીત કુલ 71 કેસ નોંધાયા હતા જયારે જિલ્લામાં 24 કલાકમાં વધુ 37 પોઝિટિવ કેસો નોંધાયા હતા આમ શહેર-જિલ્લામાં 108 કેસ નોંધાયા છે રાજકોટ શહેરમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 7721 સુધી પહોંચી ગઈ છે આજે 87 દર્દીઓ સાજા થઇ જતા રજા આપવામાં આવી છે જયારે 789 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે

રિલેટેડ ન્યૂઝ