સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોના વધુ 25 દર્દીઓને ભરખી ગયો

Vરાજકોટમાં સૌથી વધુ 108 સહિત નવા 347 કેસ નોંધાયા: ઘટાડો યથાવત

(પ્રતિનિધી દ્વારા)
રાજકોટ તા. 17
સૌરાષ્ટ્ર – કચ્છમાં કોરોનાનો કહેર ધીમે ધીમે ઓસરતો હોય તેવું લાગી રહ્યું છે. કોરોનાથી થતાં મૃત્યુદરમાં નોંધાતો ઘટાડો આજે પણ યથાવત રહેવા પામ્યો છે. જો કે રાજકોટમાં કોરોનાએ ફરી ફુંફાળો માર્યો છે. સૌરાષ્ટ્ર – કચ્છમાં 24 કલાકમાં કોરોનાના 25 દર્દીઓને ભરખી ગયો છે. રાજકોટ જીલ્લામાં સૌથી વધુ દર્દીઓના મોત થયા છે.
આ ઉપરાંત જામનગર જીલ્લામાં 10 દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે. જ્યારે સોમનાથમાં પણ 1 દર્દીનું મોત થયું છે.
આ ઉપરાંત નવા પોઝીટીવ કેસોની વાત કરવામાં આવે તો 24 કલાકમાં સૌરાષ્ટ્ર – કચ્છમાં નવા 347 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ રાજકોટ જીલ્લામાં 108 કેસ નોંધાયા છે. જ્યારે 87 દર્દીઓ સાજા થઇ જતાં રજા આપવામાં આવી છે. કુલ કેસોની સંખ્યા રાજકોટ શહેરમાં વધીને 7721 સુધી પહોંચી ગઇ છે. જ્યારે હાલ 789 દર્દીઓ સાવાર લઇ રહ્યાં છે. તેમજ જામનગર જીલ્લામાં નવા 72 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર જીલ્લામાં નવા 18 કેસ નોંધાયા છે. 22 દર્દીઓ સાજા થઇ જતાં તેમને રજા આપવામાં આવી છે. હાલ 120 દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. જ્યારે કુલ કેસોની સંખ્યા 4581 સુધી પહોંચી ગઇ છે.
અમરેલીમાં 17 નવા કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ 203 સારવાર હેઠળ છે અને કુલ કેસની સંખ્યા 2475 સુધી પહોંચી ગઇ છે. ગીરસોમનાથમાં નવા 18 કેસો, જૂનાગઢમાં 41, મોરબીમાં 21, કચ્છમાં 15, દ્વારકામાં 6, બોટાદમાં 2, પોરબંદરમાં 6 અને સુરેન્દ્રનગરમાં નવા 20 કેસ નોંધાયા છે.
ભાવનગર માંઆજે 18 કોરોના પોઝિટિવ કેસો
ભાવનગર જિલ્લામા આજરોજ 18 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 4,581 થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા 9 પુરૂષ અને 3 સ્ત્રી મળી કુલ 12 કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા મહુવા ખાતે 2, તળાજા ખાતે 1, સિહોર ખાતે 1, ઉમરાળા ખાતે 1 તેમજ ઉમરાળા તાલુકાના લીમડા ગામ ખાતે 1 કેસ મળી કુલ 6 લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.
જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના 15 અને તાલુકાઓના 7 એમ કુલ 22 કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ 7 દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા 4,581 કેસ પૈકી હાલ 120 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ 4,386 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા 68 દર્દીઓનુ અવસાન થયેલ છે.
ગીર – સોમનાથ
ગીર-સોમનાથ જીલ્લાના ચાર તાલુકામાંથી 18 જેટલા કોરોનાના પોઝીટીવ કેસો આવેલ છે જયારે સારવાર હેઠળના દર્દીઓ પૈકી વેરાવળના 1 દર્દીનું મૃત્યુ નીપજેલ છે અને 11 દર્દીઓ સ્વેસ્થર થતા ડીસ્ચાઆર્જ કરાયા છે. જીલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 1648 પર પહોંચેલ છે.
ગીર સોમનાથ જીલ્લાથના ચાર તાલુકાઓમાંથી 18 પોઝીટીવ કેસો આવેલ છે જેમાં વેરાવળના – 8, સુત્રાપાડાના – 1, ઉનાના – પ, ગીરગઢડાના – ર તથા અન્ય જીલ્લાના ર મળી કુલ 18 પોઝીટીવ દર્દીઓ આવેલ છે. જયારે સારવાર હેઠળના વેરાવળના ર, સુત્રાપાડાના 6, ઉનાના 3 મળી 11 દર્દીઓ સ્વેસ્થદ થતા ડીસ્ચાર્જ કરી દેવાયેલ છે.

રિલેટેડ ન્યૂઝ